કોરોનાઃ આ દેશે પ્રથમ વેક્સીન તૈયાર કરવાનો કર્યો દાવો, મનુષ્યો પર ટ્રાયલ રહી સફળ
રૂસે કોરોના વાયરસ (Coronavirus)ની વેક્સીન તૈયાર કરવાનો દાવો કર્યો છે. રૂસના સેચેનોવ વિશ્વ વિદ્યાલય (Sechenov University)નું કહેવું છે કે તેણે વિશ્વની પ્રથમ કોરોના વાયરસ વેક્સીન તૈયાર કરી લીધીછે અને તેની મનુષ્યો પર ટ્રાયલ પણ સફળ રહી છે.
Trending Photos
માસ્કોઃ રૂસે કોરોના વાયરસ (Coronavirus)ની વેક્સીન તૈયાર કરવાનો દાવો કર્યો છે. રૂસના સેચેનોવ વિશ્વ વિદ્યાલય (Sechenov University)નું કહેવું છે કે તેણે વિશ્વની પ્રથમ કોરોના વાયરસ વેક્સીન તૈયાર કરી લીધીછે અને તેની મનુષ્યો પર ટ્રાયલ પણ સફળ રહી છે.
ઇન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેક્નોલોડીના ડાયરેક્ટર વદિમ તરાસોવ (Vadim Tarasov)એ જણાવ્યું કે, જે વોલેન્ટિયર પર વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેની પ્રથમ બેચને બુધવારે અને બીજી બેચને 20 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
તરાસોવ અનુસાર, વિશ્વ વિદ્યાલયે 18 જૂને રૂસના ગેમલી રોગશાસ્ત્ર અને માઇક્રોબાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત રસીનું પરીક્ષણ શરૂ કર્યું હતું. વિશ્વ વિદ્યાલયે પ્રથમ વેક્સીનના વોલેન્ટિયર પર સફળતાપૂર્વક પરીક્ષણ પૂરુ કરી લીધું છે.
તો યૂનિવર્સિટીમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર-બોર્ન ડિસીઝના ડાયરેક્ટર એલેક્જેન્ડર લુકાશેવ (Alexander Lukashev)ના સ્પુતનિકને જણાવ્યું કે, આ અભ્યાસનો ઇરાદો માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે COVID-19ની વેક્સીનને સફળતાપૂર્વક તૈયાર કરવાનો હતો. સુરક્ષાની દ્રષ્ટિએ વેક્સીનના બધા પાસાંની તપાસ કરવામાં આવી છે અને આ જલદી બજારમાં ઉપલબ્ધ થશે.
કોરોના વેક્સીન માટે આ ભારતીય એ દાવ પર લગાવ્યું જીવન, જાણો કોણ છે આ શખ્સ
લુકાશેવે કહ્યુ કે, આગળની રણનીતિ પર પણ કામ કરી લેવામાં આવ્યું છે, અને આ વિશે જલદી જાણકારી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કોરોના મહામારી સામે લડાઇમાં વેક્સીન તૈયાર કરવામાં સેચેનોવ વિશ્વ વિદ્યાલયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અમે આ રસીની સાથે કામ કરવાનું કરવાનું શરૂ કર્યું હતું.
અભ્યા, પ્રોટોકોલ વિકાસ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વર્તમાનમાં ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો કોરોના પર વેક્સીન તૈયાર કરવા પર કામ કરી રહ્યાં છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે