Russia Ukraine War: કોઈ પ્રતિબંધની કે કોઈ વાતની રશિયા પર નથી થઈ રહી અસર, ભીષણ હુમલો કરી ખેરસોન શહેર પર કબજો કર્યો!
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની ચેતવણી અને પ્રતિબંધો પણ રશિયાને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. રિપોર્ટ્સ છે કે રશિયાની સેનાએ યુક્રેનના ખેરસોન શહેરને સરળતાથી પોતાના કબજામાં લઈ લીધુ છે અને તેના સૈનિકો ખારકિવમાં પણ ઘૂસી ગયા છે.
કિવ: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની ચેતવણી અને પ્રતિબંધો પણ રશિયાને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. રિપોર્ટ્સ છે કે રશિયાની સેનાએ યુક્રેનના ખેરસોન શહેરને સરળતાથી પોતાના કબજામાં લઈ લીધુ છે અને તેના સૈનિકો ખારકિવમાં પણ ઘૂસી ગયા છે. CNN ના રિપોર્ટ મુજબ વેબકેમ અને વીડિયો સ્ક્રીનશોટને જિયોલોકેટેડ કરાયા છે. જેનાથી જાણવા મળે છે કે રશિયાની સેના ખારસોનમાં હાજર છે.
રશિયન વાહનો જોવા મળ્યા
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મંગળવારે ઉત્તરી ખેરસોનમાં એક ચાર રસ્તે રશિયાના સૈન્ય વાહનો જોવા મળ્યા છે. વેબકેમના સ્ક્રીનશોટમાં કેન્દ્રીય ખેરસોનમાં સ્વોબોડી સ્વેર પર રશિયન સૈન્ય વાહનો જોવા મળી રહ્યા છે. ખેરસોન સ્થાનિક પ્રશાસન ભવન સ્વોબોડી સ્ક્વેર પર આવેલું છે. અનેક દિવસની ગોળાબારી અને ભીષણ લડાઈ બાદ મંગળવારે રશિયન સેના શહેરના પૂર્વ ભાગમાં જોવા મળી હતી.
યુક્રેન બાદ પુતિનનો નવો ટાર્ગેટ આ દેશ?, બેલારૂસના રાષ્ટ્રપતિએ ભૂલથી કરી નાખ્યો ખુલાસો!
મેયરે લખી ફેસબુક પોસ્ટ
વીડિયો નવા પુરાવા આપે છે રશિયન બેરોકટોક ખેરસોનમાં ઘૂમી રહ્યા છે. જેનાથી એ પણ જાણવા મળે છે કે ક્રિમિયાથી રશિયાની સેના આગળ વધી છે ને નીપર નદી પાર એક ક્રોસિંગ સ્થાપિત કર્યું છે. સીએનએનએ જણાવ્યું કે મંગળવાર બપોરે ખેરસોનના મેયર ઈગોર કોલખેએવે ફેસબુક પર એક કડક સંદેશો પોસ્ટ કર્યો. જેમાં ચેતવણી અપાઈ હતી કે શહેર પર હુમલા થઈ રહ્યા છે. તેમણે લખ્યું હતું કે આવાસીય ભવન અને શહેરી સુવિધાઓ બળી રહી છે.
7 દિવસથી ચાલુ છે ગોળાબારી
મેયરે પોતાની પોસ્ટમાં લખ્યું કે જો રશિયન સૈનિકો અને તેમનું નેતૃત્વ મને સાંભળી રહ્યું છે તો હું કહુ છું કે અમારા શહેરને છોડી દો. નાગરિકોને ગોળાબારી કરવાનું બંધ કરો. તમે પહેલેથી જ લોકોના જીવન સહિત ઘણુ બધુ લઈ ચૂક્યા છે જે તમે ઈચ્છતા હતા. નોંધનીય છે કે આજે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો સાતમો દિવસ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત કોશિશો ચાલુ છે. પરંતુ તેઓ કશું સાંભળવા માટે તૈયાર નથી.
(ઈનપુટ- આઈએએનએસ)
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube