ઝી બ્યૂરો, અમદાવાદઃ ઑસ્કરને એન્ટરટેમેન્ટની દુનિયામાં એવોર્ડનો મહાકુંભ કહેવામાં આવે છે. દર વર્ષે શ્રેષ્ઠ ફિલ્મો અને પર્ફોમન્સ આપનારાઓને આ એવોર્ડથી સન્માનિત કરાય છે. ભલે કોરોના કાળમાં પહેલાની જેમ એવોર્ડ સેરેમનીનું આયોજન નથી થતું. પરંતુ, એવોર્ડની મહત્વતા હજુ પણ ઓછી નથી થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


WALT DISNEY: THE MOST DECORATED ARTIST WITH HIGHEST OSCAR AWARDS 


જ્યારે, પણ પ્રશ્ન પુછાય છે કે કોણે સૌથી વધારે ઑસ્કર એવોર્ડ જિત્યા છે. તો તેના જવાબમાં કેથરીન હેપબર્ન, મેરિલ સ્ટ્રીપ, જૈક નિકોલસન અથવા તો ડેનિયલ-ડે-લેવિસનું નામ આવે. પરંતુ, સૌથી વધુ ઑસ્કર જીત્યા હોય તે શખ્સ છે વૉલ્ટ ડિઝની. દરેક કલાકારનું સ્વપન હોય છે કે તેને ઑસ્કર એવોર્ડ મળે. પણ સૌ કોઈના નસીબમાં આ એવોર્ડ હોતા નથી.


First Oscar: એક કૂતરાને મળવાનો હતો Best Actor તરીકેનો પહેલો Oscar Award, જાણો પહેલાં ઓસ્કરની રસપ્રદ કહાની


જ્યારે, પણ પ્રશ્ન પુછાય છે કે કોણે સૌથી વધારે ઑસ્કર એવોર્ડ જિત્યા છે. તો તેના જવાબમાં કેથરીન હેપબર્ન, મેરિલ સ્ટ્રીપ, જૈક નિકોલસન અથવા તો ડેનિયલ-ડે-લેવિસનું નામ આવે. પરંતુ, સૌથી વધુ ઑસ્કર જીત્યા હોય તે શખ્સ છે વૉલ્ટ ડિઝની.



વૉલ્ટ ઈલિયાસ ડિઝનીનનો જન્મ 5 ડિસેમ્બર 1901માં USAમાં થયો હતો. તેમને બાળપણથી જ ડ્રૉઈંગનો શોખ હતો. તેમણે બાળપણમાં જ ડ્રૉઈંગના કલાસીસ જોઈન કર્યા હતા અને 18 વર્ષની ઉંમરે તે એક ઈલસ્ટ્રેટર (ILLUSTRATOR) તરીકે એક કંપનીમાં નૌકરી કરવાનું શરૂ કર્યું હતું. 1920માં તેઓ કેલિફૉર્નિયામાં પોતાના મોટાભાઈ રોય સાથે શિફ્ટ થયા હતા અને ત્યાં તેમણે ડિઝની બ્રધર્સ સ્ટૂડિયો શરૂ કર્યો હતો. 1928માં વૉલ્ટ ડિઝનીએ વર્લ્ડ ફેમસ કારટૂન કેરેક્ટર મિક્કી માઉસ ડેવલપ કર્યું. અહીં થી તેમની સફળતાની શરૂઆત થઈ. વૉલ્ટ ડિઝની એક પ્રોડ્યુસર, એક વોઈઝ આર્ટિસ્ટ અને એક એનિમેટર હતા. અમેરિકામાં તેમને એક કલ્ચરલ આયકોન તરીકે માનવામાં આવે છે.


Oscars 2021: શું છે Nomadland ફિલ્મની કહાની, જેણે પોતાના નામે કર્યા 3 Oscar Award


વૉલ્ટ ડિઝનીને પોતાની કારર્કિદીમાં 59 વખત ઑસ્કર એવોર્ડ માટે નોમિનેટ થઈ ચુક્યા છે. જેમાથી તેમને 22 વખત એવોર્ડ પોતાના નામે કર્યો છે. આટલા બધા એવોર્ડ જીતનાર તેઓ એકલા શખ્સ છે. તેમના પછી મ્યૂઝિશિયન એલફર્ડ ન્યૂમૈનનું નામ આવે છે. જેમણે 9 વખત ઑસ્કર એવોર્ડ પોતાના નામે કર્યા છે.


Oscars Awards 2021: એન્થની હોપકિન્સને બેસ્ટ એક્ટર, ફ્રાંસેસ મેકડોર્મેન્ડને બેસ્ટ અભિનેત્રીનો Award, ઈરફાન ખાનને અપાઈ શ્રદ્ધાંજલિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube