નવી દિલ્હીઃ ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે તાઇવાને ચીનને ચેતવણી આપી છે. કહ્યું છે કે જો ચીન પોતાના યુદ્ધ વિમાનોની ઘુષણખોરી બાદ દ્વીપ પર કબજો કરે છે તો પ્રાદેશિક શાંતિ માટે વિનાશકારી પરિણામ હશે. ડેલી મેલના રિપોર્ટ અનુસાર તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઇંગ-વેને ચીનને ચેતવણી આપતા નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ચેતવણી આપતા કહ્યુ કે, ચીને જો તાઇવાન પર કબજો કર્યો તો એશિયામાં તેના ગંભીર અને વિનાશકારી પરિણામ હશે. ફોરેન અફેયર્સ પત્રિકામાં તાઇવાનના રાષ્ટ્રપતિએ લેખ લખ્યો છે. તેમણે કહ્યું કે, તાઇવાન સૈન્ય ટકરાવ ઈચ્છતું નથી, પરંતુ પોતાને બચાવવા માટે જે પણ કરવું પડશે તે કરવાથી તાઇવાન ચુકશે નહીં. શુક્રવારથી અત્યાર સુધી એટલે કે ચાર દિવસમાં લગભગ 150 ચીની યુદ્ધક વિમાનોએ તાઈવાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં સોમવારે 56 જેટ વિમાનોના તાઈવાનમાં ઘુસવાથી આક્રમકતામાં નાટકીય વૃદ્ધિ થઈ છે. 


તાઈવાન પર કબજાની યોજના બનાવી રહ્યું છે ચીન
ઉલ્લેખનીય છે કે તાઈવાનના રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચીન પોતાના યુદ્ધક વિમાનોને તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં મોકલી દબાવ બનાવી રહ્યું છે. તાઇવાન પોતાને એક સ્વ શાસિત લોકતાંત્રિક દ્વીપ તરીકે જુએ છે, પરંતુ ચીનનું માનવું છે કે તાઇવાન તેનો ભાગ છે. ડેલી મેલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કહી ચુક્યા છે કે તાઇવાન પર ચીનનો કબજો ચોક્કસપણે થશે. 


આ પણ વાંચોઃ Nobel Prize in Physics 2021: ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત, ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપે મળ્યું આ સન્માન  


નવી સુરક્ષા સમજુતીથી ચીન નારાજ
બેઇજિંગે તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ પર દબાવ વધાર્યો છે, કારણ કે તે 2016માં એક સ્વતંત્ર તાઇવાનના જનાદેશ પર ચૂંટાયા હતા. ચીની રાજ્ય મીડિયાએ હાલના દિવસોમાં ચેતવણી જાહેર કરી છે, જેમાં તે પૂછ્યુ છે કે શું યુદ્ધમાં તોપનો ચારો બનવા માટે ઓસ્ટ્રેલિયા તાઇવાનનો સાથ આપવા તૈયાર છે. વિદેશ મંત્રી દ્વારા પોતાના બચાવની તૈયારીમાં મદદ માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. બ્રિટન અને અમેરિકા સાથે એક નવી સુરક્ષા સમજુતી પર હસ્તાક્ષર કર્યા બાદથી ઓસ્ટ્રેલિયા છેલ્લા કેટલાક સપ્તાહથી ચીની ક્રોધનું શિકાર બનેલું છે. 


નવા કરારથી દક્ષિણ ચીન સાગરમાં શક્તિનું સંતુલન બદલાઈ ગયું
ભૂતકાળમાં, વોશિંગ્ટન અને લંડન કેનબેરા સાથે પરમાણુ સબમરીન ટેકનોલોજી વહેંચવા સંમત થયા છે. આનાથી બેઇજિંગ ગુસ્સે થયું છે કારણ કે આ સોદો નાટકીય રીતે દક્ષિણ ચીન સાગરમાં શક્તિના સંતુલનને બદલશે. મંગળવારે પ્રકાશિત થયેલા એક લેખમાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈએ કહ્યું કે તેમણે યાદ રાખવું જોઈએ કે જો તાઈવાન તૂટી પડે તો તેના પરિણામો પ્રાદેશિક શાંતિ અને લોકશાહી ગઠબંધન વ્યવસ્થા માટે વિનાશક હશે. તેમણે સૂચવ્યું કે મૂલ્યોની વૈશ્વિક સ્પર્ધામાં, લોકશાહી પર સરમુખત્યારશાહીનો હાથ છે.