Nobel Prize in Physics 2021: ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત, ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપે મળ્યું આ સન્માન

Nobel Prize in Physics 2021: રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા તેમને જટિલ ભૌતિક પ્રણાલીઓ અંગેની અમારી સમજણ માટે અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Nobel Prize in Physics 2021: ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત, ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપે મળ્યું આ સન્માન

સ્વીડનઃ Nobel Prize in Physics 2021: આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા તેમને જટિલ ભૌતિક પ્રણાલીઓ અંગેની અમારી સમજણ માટે અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

શું કરી શોધ?
Syukuro Manabe અને Klaus Hasselmann એ ધરતીના જળવાયુનું ફિઝિકલ મોડલ તૈયાર કર્યું જેનાથી તેમાં થનાર ફેરફાર પર ચોકક્સતાથી નજર રાખી શકાય છે અને ગ્લોબલ વોર્મિંગનું અનુમાન લગાવી શકાય છે. તો Giorgio Parisi એ અણુઓથી લઈને ગ્રહો સુધીની ફિઝિકલ સિસ્ટમમાં થનાર ઝડપી ફેરફાર અને વિકારો વચ્ચેની ગતિવિધિ દેખાડી છે. 

— The Nobel Prize (@NobelPrize) October 5, 2021

પાછલા વર્ષે કોને મળ્યો હતો પુરસ્કાર?
પાછલા વર્ષે સન્માનિત કરાયેલા Roger Penrose vs એ તે જણાવ્યું હતું કે બ્લેક હોલ ફોર્મેશનથી જનરલ થિયરી ઓફ રિલેટિવિટીને પ્રિડિક્ટ કરી શકાય છે. તો  Reinhard Genzel અને Andrea Ghez એ આપણી ગેલેક્સીના કેન્દ્રમાં રહેલા વિશાળ દ્રવ્યમાન  (supermassive) ના કોમ્પેક્ટ ઓબ્જેક્ટની શોધ કરી હતી. 

આ પહેલા સોમવારે મેડિસિનમાં 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કાર અમેરિકાના વૈજ્ઞાનિકો ડેવિડ જૂલિયસ અને આર્ડન પાતાપુતિયનને સંયુક્ત રૂપથી આપવામાં આવ્યો હતો. આ બંનેને પુરસ્કાર તાપમાન અને સ્પર્સ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના મહાસચિવ થોમસ પર્લમૈને આ વિજેતાઓના નામની જાહેરાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news