વોશિંગ્ટન: ઘણી ફિલ્મોમાં તમે આ પ્રકારની કાર જોઇ હશે જેને ડ્રાઇવરની જરૂર પડતી નથી પરંતુ હવે આ ફ્યૂચર કાર રસ્તા પર દોડતી થઇ ગઇ છે. અમેરિકામાં ઝી ન્યૂઝએ એક એવી જ ફ્યૂચર કારની મજા માણી, જેમાં બેઠા પછી ડ્રાઇવર નિશ્વિત થઇને આરામ કરી શકે છે. આ કારની તમામ ખાસિયતો જાણીને તમે આશ્વર્ય પામશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના રસ્તા પર લક્સરી ઓન વ્હીલ
એક એવી કાર, જેમાં બેસીને તેને ડ્રાઇવ કરવાની ઝંઝટ રહેશે નહી, ના ક્લચ દબાવવી પડશે, ના તો બ્રેક, ના તો સ્ટરિંગ ફેરવવું પડશે. એક્સીલેટર પર પગ રાખીને વારંવાર સ્પીડને ઓછી કરવી અને વધારવી નહી પડે. ટ્રાફિકથી ભરેલા રસ્તા પર આ વિચારીને તમને શાંતિ મળશે. અમેરિકાના રસ્તા પર આવી જ કાર જોવા મળી. આ કારને લક્સરી ઓન વ્હીલ કહેવામાં આવે છે. તેને ચલાવનાર પણ કહે છે કે આ કારની એકવાર અસવારી કર્યા બાદ બીજી કાર ચલાવવાનું મન કરતું નથી. આ વંડર કારમાં ઘણી ટેક્નોલોજી સજ્જ છે. 

News Rules: મસાજ કરાવવા જઇ રહ્યા છો તો જરા થોભો! હવે સ્પા સેન્ટરમાં નહી હોય સાંકળ


ઇંટેલિજેન્સ બનાવે છે ખાસ
આ કારની ખાસિયત એ છે કે જ્યારે તમે ચાલો છો તો બધુ આપમેળે થાય છે. તેના ફીચર્સ જ નહી પરંતુ ઇંટીરિયર પણ શાનદાર છે. એટલે કારમાં ઇંટીરિયર, સ્પીડ અને કંફર્ટ સાથે ઇંટેલિજેન્સ પણ છે. આ 'વંડર કાર'ને તેની ઇંટેલિજેંસ સૌથી ખાસ બનાવે છે. આ વંડર કારમાં એક-બે નહી 8 કેમેરા લગાવવામાં આવ્યા છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક કારની બેટરી પણ દમદાર છે. જે લગભગ 5 લાખ મીલ સુધી આ વંડરનો સાથે આપશે. આ વંડર કારની બીજી એક ખાસિયત એ છે કે તેના ડ્રાઇવરને આ કાર સુધી જવાની જરૂર પડતી નથી. જરૂર પડતાં આ કાર પોતે પોતાના ડ્રાઇવર સુધી પહોંચી જશે. આ કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે. 
અહીં પતિની લાશ સાથે ઉંઘવું પડે છે, લડાઇ બાદ સેક્સનો છે વિચિત્ર રિવાજ


કારની પાસે છે પોતાની 'બ્રેન'
કોઇપણ કાર ચલાવવા માટે ડ્રાઇવરને મગજ લગાવવવું પડે છે પરંતુ કારને પોતાનું 'મગજ' છે. કારમાં બેસતાં જ એક સ્ક્રીન જોવા મળે છે જે તેનું મગજ છે. કોઇપણ ઇલેક્ટ્રિક કાર માટે તેની બેટરી ચાર્જિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. આ કાર એકવાર ચાર્જ કર્યા બાદ 500 માઇલનું અંતર કાપે છે. આ વંડર કારની વધુ એક ખાસિયત એ છે કે કે કોઇપણ મુસાફરીની શરૂઆત પહેલાં તમને એ વાતની જાણકારી આપશે કે કાર મંજિલ સુધી પહોંચી શકે છે કે નહી. વંડર કાર તમને જણાવશે કે રસ્તામાં ક્યાં-ક્યાં ચાર્જિંગ સ્ટેશન મળશે જેથી તમે તમારી મંજિલ સુધી સરળતાથી પહોંચી જાવ. આ ઉપરાંત વંડર કાર બનાવનાર કંપની પણ મદદ માટે હાજર રહે છે. તમે ક્યારેય પણ ફોન કરીને કાર અને ચાર્જિંગ સાથે જોડાયેલી કોઇપણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.  

કારમાં સેક્સ માણી રહ્યું હતું કપલ, ફક્ત એક ભૂલના લીધે સર્જાઇ 'અનોખી' મુસીબત


મિનિટોમાં જ થાય છે ચાર્જ 
બેટરીથી ચાલનાર આ Tesla કાર સંપૂર્ણપણે પોલ્યૂશન ફ્રી છે. આ ફક્ત 35 થી 40 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. અમેરિકામાં આ વંડર કારની સફળતાનું કારણ ઇંફ્રાસ્ટ્રક્ચર છે, જે કાર બનાવનાર કંપનીએ આખા દેશમાં ડેવલોપ કર્યું છે. જો ચાર્જિંગ સ્ટેશન નથી તો કારણ ખરીદવામાં કોઇ રસ પણ ન દાખવતું. અમેરિકાએ નાના નાના શહેરોની બિલ્ડિંગના પાર્કિંગ લોટમાં પણ ચાર્જિંગ પોઇન્ટ બનાવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube