Corona Virus વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં મદદ માટે WHO એ કરી પીએમ મોદીની પ્રશંસા, જાણો શું કહ્યું
ભારત વિશ્વમાં સૌથી વધુ વેક્સિનનું ઉત્પાદન કરતો દેશ છે. ભારતે બે કોવિડ વેક્સિન (Corona Vaccine) ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. તેમાં સીરમ દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ એસ્ટ્રેઝેનેકાની વેક્સિન કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ લડાઈમાં ભારત દ્વારા આપવામાં આવી રહેલા યોગદાનની વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization, WHO) એ પ્રશંસા કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબરેસર્સ (Director General Tedros Adnom Ghebresors) એ શનિવારે કોરોના વિરુદ્ધ જારી વૈશ્વિક લડાઈમાં મહત્વના યોગદાન માટે ભારતનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના (Corona Virus) વિરુદ્ધ લડાઈને સતત સમર્થન આપવા માટે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો આભાર. જો આપણે મળીને કામ કરીશું અને જ્ઞાનની વહેચણી કરીશું તો ચોક્કસપણે આ મહામારીને હરાવી જિંદગીઓ બચાવી શકીએ છીએ.
આ પણ વાંચોઃ Coronavirus New Symptoms સામે આવ્યા, જોવા મળે આ લક્ષણ તો થઇ જાવ સાવધાન
ઉલ્લેખનીય છે કે ભારત સતત પાડોશી દેશોને કોવિડ વેક્સિન (Corona vaccine) આપી રહ્યું છે. ભૂટાન, માલદીવ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, બ્રાઝિલ અને મોરક્કોને વેક્સિનનો પ્રથમ જથ્થો મોકલી દેવામાં આવ્યો છે. કાલે શુક્રવારે કોરોનાથી સંકટમાં ઘેરાયેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો મળતા ભારત અને પીએમ મોદી (PM Narendra Modi) ની પ્રશંસા કરી હતી. બોલસોનારો (Jair M Bolsonaro) એ બજરંગ બલીની એક તસવીર ટ્વીટ કરી જેમાં ભગવાન સંજીવની બૂટી લઈ આવી રહ્યાં છે. બોલસોનારો (Jair M Bolsonaro) નું આ ટ્વીટ ચર્ચાનો વિષય બનેલું છે.
Corona Vaccine) ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. તેમાં સીરમ દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ એસ્ટ્રેઝેનેકાની વેક્સિન કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે. આ વેક્સિન દ્વારા દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતની કોવિડ વેક્સિન વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર છે. તેને ખરીદવા માટે ઘણા દેશોએ ભારત સરકારનો સંપર્ક કર્યો છે. ભારત વસુધૈવ કુટુંબકમ અને પાડોશી પ્રથમની નીતિ હેઠળ બીજા દેશોને વેક્સિન મોકલી મદદ કરી રહ્યું છે. ભારતના આ પગલાની વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube