બોડીગાર્ડ COVID પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ થયા આ દેશના રાજા
થાઈલેન્ડના પ્લેબોય કિંગ મહા વજીરાલોંગકોર્ન (Maha Vajiralongkorn)ના બોડીગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને તત્લાક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બુધવારે સવારે બેંગકોકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ થાઈલેન્ડના પ્લેબોય કિંગ મહા વજીરાલોંગકોર્ન (Maha Vajiralongkorn)ના બોડીગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને તત્લાક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બુધવારે સવારે બેંગકોકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં રાજા થાઈલેન્ડ આવ્યા છે અને ત્યારે તેમના બોડીગાર્ડમાં આ ઘાતક વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે.
હજુ સુધી તે વાતની પુષ્ટિ થઈ નથી કે રાજાની બીમારી કોરોના વાયરસથી સંબંધિત છે કે નહીં. જે હોસ્પિટલમાં રાજાની સારવાર ચાલી રહી છે, તે હોસ્પિટલના કર્મચારીઓને કંઈ માહિતી આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે.
પ્રતિષ્ઠાને લઈને ઉઠતા રહે છે સવાલ
રાજા હાલમાં પોતાના પિતા રાજા ભૂમિબોલ (King Bhumibol)ની ચોથી પુણ્યતિથિ પર થાઈલેન્ડ પરત ફર્યા હતા. પ્લેબોય તરીકે જાણીતા રાજા વજીરાલોંગકોર્ને બાળપણનો મોટો સમય થાઈલેન્ડની બહાર પસાર કર્યો છે. 1976 સુધી ઓસ્ટ્રેલિયામાં સૈન્ય કોલેજમાં દાખલ થતા પહેલા 13થી 17 વર્ષની ઉંમર સુધી તેઓ ઈંગ્લેન્ડની સ્કૂલમાં ભણ્યા હતા.
US Election: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્લોરિડામાં કર્યું મતદાન, આ અંદાજમાં કહ્યું કોને આપ્યો મત
સૈન્ય તાલિમ છતાં તે વાત પર સવાલ ઉઠ્યા હતા કે શું રાજકુમાર શાસન કરવા માટે ફિટ છે. ગેમિંગ, મહિલાઓથી ઘેરાયેલા રહેવા અને ગેરકાયદેસર કારોબાર સાથે જોડાવાની ખબરોને કારણે રાજકુમારની છબિને ઠેક પહોંચાડી છે.
છતાં બની ગયા રાજા
ઓક્ટોબર 2016મા પિતાના નિધન બાદ રાજકુમાર થાઈલેન્ડના સિંહાસન પર બેઠા અને રાજવી પરિવારના 10મા સમ્રાટ બન્યા હતા. રાજા વજીરાલોંગકોર્નના 4 વખત લગ્ન થઈ ચુક્યા છે અને તેમની 20 પ્રેમિકાઓ છે, જે તેમની સાથે રહે છે. રાજાના નિયંત્રણમાં 43 બિલિયન ડોલરની સંપત્તિ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube