US Election: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્લોરિડામાં કર્યું મતદાન, આ અંદાજમાં કહ્યું કોને આપ્યો મત
ડેમોક્રેટિક વિરોધી જો બાઇડેન વિરુદ્ધ મેતાનમાં ઉતરેલા ટ્રમ્પે મતદાન બાદ હસ્તા-હસ્તા કહ્યુ- મેં ટ્રમ્પ નામના એક વ્યક્તિને મત આપ્યો છે.
Trending Photos
વોશિંગટનઃ સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ 3 નવેમ્બરે થનારા મતદાન પહેલા ફ્લોરિડામાં શરૂઆતી મતદાન કર્યુ છે. ટ્રમ્પે વધુ એક ચૂંટણી અભિયાન (Election Campaign) માટે નિકળતા પહેલા મતદાન કર્યુ છે.
ડેમોક્રેટિક વિરોધી જો બાઇડેન વિરુદ્ધ મેદાનમાં ઉતરેલા ટ્રમ્પે મતદાન બાદ હસ્તા કહ્યુ, 'મેં ટ્રમ્પ નામના એક વ્યક્તિને મત આપ્યો છે.' મહત્વનું છે કે પાછલા વર્ષે ટ્રમ્પે પોતાનું સ્થાયી નિવાસ અને વોટર રજીસ્ટ્રેશન ન્યૂયોર્કથી બદલીને ફ્લોરિડા (Florida) કરી લીધું હતું.
લાઇબ્રેરીથી કર્યું મતદાન
ટ્રમ્પે ફ્લોરિડાની લાઇબ્રેરીથી મતદાન કર્યુ છે. વેસ્ટ પામ બીચમાં સ્થિત આ લાઇબ્રેરીને મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. કોરોના વાયરસ મહામારીને કારણે લગભગ 55 મિલિયન અમેરિકીઓએ શરૂઆતી મતદાન કર્યું છે. મતદાન બાદ ટ્રમ્પે કહ્યુ, આ એક ઉખબ સુરક્ષિત મત હતો. હું તમને જણાવી શકુ છું કે આ બેલેટ મોકલવાથી વધુ સુરક્ષિત છે. તેમણે કહ્યું- બધુ બરાબર હતુ અને નિયમો પ્રમાણે હતું. જ્યારે તમે બેલેટ મોકલો છો તો તે એટલું સુરક્ષિત ન હોઈ શકે, આ જેટલું હતું.
ભારતીયોમાં લોકપ્રિય થઈ રહી છે બાઇડેન-કમલાની જોડી, અંતિમ ડીબેટ જોનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો
મતદાન કરવા સમયે ટ્રમ્પે માસ્ક પહેર્યુ હતું. આ એક દુર્લભ નજારામાંથી એક હતો કારણ કે ટ્રમ્સ ક્યારેક જ માસ્ક પહેરતા જોવા મળ્યા છે. તેઓ હાલમાં કોરોનાથી પણ સંક્રમિત થયા હતા.
ચૂંટણી રેસમાં અંતિમ સમયમાં બાઇડેનથી આગળ નિકળવા માટે ટ્રમ્પે કેરોલિના, ઓહિયો અને વિસ્કોન્સિનમાં શનિવારે રેલીની યોજના બનાવી છે. આ એવા રાજ્ય છે, જ્યાં ડેમોક્રેટિક કે રિપબ્લિકન કોઈપણ પાર્ટી માટે બાજી પલટી શકે છે કારણ કે અહીં પાર્ટીઓ વચ્ચે જોરદાર ટક્કર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે