નવી દિલ્લીઃ જીવનમાં વૃક્ષો અને છોડનું ખૂબ મહત્વ છે. સરળ શબ્દોમાં કહીએ તો, વૃક્ષોથી જ જીવન છે. આ સિવાય વૃક્ષો આપણને ઘણા પોષક તત્વોવાળા ફળ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક એવુ પણ વૃક્ષ છે, જે એટલું ઝેરી છે કે તેને વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ કહેવામાં આવે છે. આ વૃક્ષનું નામ છે મૈંશીનીલ. આ વૃક્ષ ફ્લોરિડા અને કેરેબિયન સમુદ્રના દરિયાકાંઠે જોવા મળે છે. મૈંશીનીલનાં વૃક્ષની ઊંચાઈ લગભગ 50 ફૂટ સુધીની હોય છે. આ વૃક્ષના પાંદડા ચમકદાર અને આકારમાં અંડાકાર હોય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણ માસમાં મનગમતું ફળ મેળવવા શિવજીને ચઢાવશો કયુ ફૂલ? જાણો આ ફૂલથી થશે મનોકામના પૂર્ણ!

આ ઝાડ વિશે એવું કહેવામાં આવે છે કે તે એટલું ઝેરી છે કે જો કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે છે, તો તેના શરીર પર ફોલ્લા પડી જાય છે. આ વૃક્ષનો દરેક ભાગ ઝેરી છે પરંતુ તેના ફળને સૌથી વધુ ઝેરી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ ફળનો ટુકડો પણ ખાય છે, તો તે મોતને ભેટી શકે છે. મૈંશીનીલ વૃક્ષનું ફળ આટલુ ઝેરી હોવા છતા વૈજ્ઞાનિકોએ તેનો સ્વાદ ચાખી જોયો છે. આ વૃક્ષ વિશે કહેવામાં આવે છે કે, કોઈ વ્યક્તિની આંખ વૃક્ષના સીધા સંપર્કમાં આવે છે, તો તે અંધ બની શકે છે.  

ફ્લર્ટ કરવામાં હોશિયાર હોય છે આ 5 રાશિના યુવકો, ક્યાંક તમારા પાર્ટનરની તો આ રાશિ નથી ને..?

વરસાદની ઋતુમાં આ વૃક્ષની નીચે ઉભા રહેવાથી પણ નુકસાન પહોંચે છે. આ જ કારણ છે કે, લોકોને મૈંશીનીલ વૃક્ષથી દૂર રાખવા માટે બોર્ડ લગાવવામાં આવે છે. આટલુ ખતરનાક હોવા છતાં મૈંશીનીલ વૃક્ષ સ્થાનિક મહત્વ વધુ ધરાવે છે. દરિયાઈ ક્ષેત્રમાં આ વૃક્ષ હોવાના કારણે જમીનનું ધોવાણ થતુ અટકાવે છે. કેરેબિયન કાર્પેન્ટર આ વૃક્ષના લાકડાનો ઉપયોગ ફર્નીચર બનાવવામાં કરે છે. પરંતુ આ વૃક્ષના લાકડાને કાપતા સમયે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. લાકડાનો ઉપયોગ કરતા પહેલા તેને તડકામાં સૂકવવામાં આવે છે. જેથી તેની અંદરનો ઝેરી તત્વ દૂર કરી શકાય.

Rekha નું Beauty Secret સામે આવી ગયું છે! હવે ખુલી ગયું વર્ષોથી છુપાયેલું રેખાની ખુબસુરતીનું રાઝ

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube