તાઈપે: તાઈવાનની રાજધાની તાઈપેનો એક એવો મામલો સામે આવ્યો છે કે જે સાંભળીને છક થઈ જવાય. વાત જાણે એમ બની કે સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહેતી એક મહિલાએ પોલીસમાં 100 રૂપિયાનું દહીં ચોરી થવાનો રિપોર્ટ લખાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ચોરને પકડવા માટે 6 લોકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યાં. મહિલાએ રિપોર્ટ કર્યો હતો કે હોસ્ટેલમાં રહેતા 6 લોકોમાંથી કોઈએ એક જણે ફ્રિઝમાંથી દહીં કાઢીને ચોરી કરી લીધુ. દહીં ચોરી થવા અંગે જ્યારે હોસ્ટેલમાં રહેતા લોકોને પૂછવામાં આવ્યું તો બધાએ દહીં ખાધુ હોવાની વાતનો ઈન્કાર કરી લીધો. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં તેનો રિપોર્ટ લખાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાઈવાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા જ્યારે પોલીસ પાસે દહીંની ચોરીની ફરિયાદ લખાવા માટે પહોંચી તો પોલીસ પણ ફરિયાદ સાંભળીને ચોંકી ગઈ. પહેલા તો પોલીસને લાગ્યું કે આ કોઈ મજાક  છે. પરંતુ જ્યારે મહિલાએ આ મામલાને ગંભીરતાથી લીધો તો પોલીસે ફરિયાદ નોંધી. કેસ દાખલ કર્યા બાદ પોલીસે જ્યારે હોસ્ટેલમાં રહેતા 6 લોકોને દહીં ચોરી અંગે પૂછ્યું તો બધાએ ના પાડી દીધી કે તેમણે દહીં ખાધુ નથી. આ બાજુ પોલીસને દહીના પેકેટ પરથી કોઈ પણ ફિંગરપ્રિન્ટ નથી મળ્યાં. 


દુનિયાનો પહેલવહેલો દેશ, જે પોતાના નાગરિકોને આપશે મફત પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા


આવામાં મહિલાએ પોલીસને ફોરેન્સિંક તપાસની સલાહ આપી અને પોલીસે પણ મહિલાની સલાહ માનીને તમામ 6ના ડીએનએ ટેસ્ટ કરાવ્યાં. પરિણામના આધારે આરોપીની ધરપકડ થઈ. પરંતુ ડીએનએ ટેસ્ટ માટે પોલીસે 42000 રૂપિયા ખર્ચી નાખ્યાં. પોલીસના જણાવ્યાં મુજબ એક મહિલાના ડીએનએ ટેસ્ટમાં તેમણે 3000 તાઈવાની ડોલર ખર્ચ કરવા પડ્યાં. તમામ 6 લોકો પર ખર્ચ  થયેલી રકમ કુલ 42000 રૂપિયા હતી. 


આ બાજુ તાઈવાનના લોકોએ પોલીસની આ કાર્યવાહીને પૈસા બરબાદ કરનારી ગણાવી છે. અનેક લોકોનું કહેવું છે કે આ પ્રકારે 100 રૂપિયાના દહીં પર 42000 રૂપિયા ખર્ચ કરવા એ ખુબ ખોટી વાત છે. લોકોનું કહેવું છે કે પોલીસ આ પ્રકારની ફરિયાદો પર કાર્યવાહી કરીને કરદાતાઓના પૈસા બરબાદ કરી રહી છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...