ચીન-PAKને એકસાથે મળ્યો મોટો ઝટકો, અમેરિકાએ ઈઝરાયેલ-UAE વચ્ચે કરાવી દીધી `મિત્રતા`!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ઐતિહાસિક શાંતિપૂર્ણ સમજૂતિની જાહેરાત કરી છે. આ જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પોતાના ટ્વિટ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી. આ જાહેરાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈઝરાયેલ અને તેના મુસ્લિમ પાડોશીઓ વચ્ચે પણ રાજનયિક સફળતા અપેક્ષિત હતી. આ સમજૂતિ બાદ યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે રાજનયિક સંબંધોની નવી શરૂઆત થશે.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ઐતિહાસિક શાંતિપૂર્ણ સમજૂતિની જાહેરાત કરી છે. આ જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પોતાના ટ્વિટ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી. આ જાહેરાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈઝરાયેલ અને તેના મુસ્લિમ પાડોશીઓ વચ્ચે પણ રાજનયિક સફળતા અપેક્ષિત હતી. આ સમજૂતિ બાદ યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે રાજનયિક સંબંધોની નવી શરૂઆત થશે.
ચીન વિરુદ્ધ ભારતને ખુલ્લેઆમ ટેકો આપવા માટે અમેરિકાએ કર્યું 'આ' કામ
સમજૂતિ સંલગ્ન વ્હાઈટ હાઉસ તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu), અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાત થઈ, ત્યારબાદ આ ઐતિહાસિક સમજૂતિને મંજૂરી અપાઈ છે. વ્હાઈટ હાઉસે જાણકારી આપી છે કે આ સમજૂતિના કારણે ઈઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં કબ્જો કરવાની યોજનાને ટાળી છે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube