અંકારા: 27 ઓક્ટોબરના રોજ ISIS નો મુખિયા બગદાદી મોતને ભેટ્યો છે. ત્રણ દિવસ પછી 31 ઓક્ટોબરના રોજ અમેરિકાએ બગદાદીને મારવાનો વીડિયો જાહેર કર્યો છે. સોમવારે બગદાદીની બહેન તુર્કીના હાથે ઝડપાઇ ગઇ છે. બગદાદીની બહેન તુર્કીની સેનાએ એક રેડ દરમિયાન ધરપકડ કરી જ્યારે તે એક કન્ટેનરમાં સંતાઇને બેઠી હતી. 65 વર્ષના રસમિયા અવાદ જેની આ એક માત્ર તસવીર છે. આ સાથે જ તેમના પતિ અને વહૂની પણ ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીરિયાના અજાજ શહેરમાં એક રેડ દરમિયાન તુર્કીની સેનાએ પકડી લીધી. રસમિયા અવાદ જ્યારે પકડાઇ ગઇ ત્યારે તેની સાથે 5 બાળકો પણ હતા. તુર્કીના એક અધિકારીએ કહ્યું કે રસમિયા અવાદનું પકડાવવું મોટી સફળતા છે. રસમિયાએ ISIS ના કામ કરવાની રીત વિશે જાણકારી મળી શકે છે. 

આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે


તુર્કીના પ્રેસિડેન્સીના સંચાર નિર્દેશક, ફહરેતિન અલ્ટુને મંગળવારે સવારે એક ટ્વિટમાં કહ્યું 'બગદાદીની બહેન ધરપકડ અમારા આતંકવાદી વિરોધી અભિયાનોની સફળતાનું વધુ એક ઉદાહરણ છે. તેમણે કહ્યું કે પોતાની વિચારધારા અને આતંકવાદ વિરોધી તુર્કીનો સંઘર્ષ પોતાની તાકાત સાથે ચાલી રહ્યો છે. ઇસ્તાંબુલ સ્થિત સમાચારપત્ર હુર્તિયતે તુર્કીએ એક સુરક્ષા અધિકારીનો હવાલો આપતાં કહ્યું કે ''અમે આઇએસના આંતરિક કામકાજ બગદાદીની બહેન સાથે ગુપ્ત માહિતી એકઠી કરવાની આશા કરે છે.' 


પરંતુ વિશેષજ્ઞોએ કહ્યું કે તે સ્પષ્ટ નથી કે અવાદ કેટલી ઉપયોગી જાણકારી આપી શકે છે એટલે કે તેણે બગદાદી સાથે કેટલો સમય વિતાવ્યો. હડસન ઇંસ્ટીટ્યૂટમાં આતંકવાદ વિરોધી વિશેષજ્ઞ માઇક પ્રેગેંટે બીસીસી ન્યૂઝને જણાવ્યું કે 'મને લાગતું નથી કે તે કોઇપણ આગામી હુમલાની યોજનામાં સામેલ રહેશે. જોકે તેણે તસ્કરીના માર્ગો વિશે જાણકારી હોઇ શકે છે. તેણે એવા નેટવર્કની જાણકારી હોઇ શકે છે જે બગદાદીનો વિશ્વાસુ હતો અને જો તેને અને તેના પરિવારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં મદદ કરતો હતો.