આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે

તુર્કીએ ISIS લીડર બગદાદીની બહેન  (રસમિયા અવદ)ને સીરિયાના ઉત્તરી શહેર એઝાઝથી પકડી છે. આ સાથે જ તેના પતિ અને વહુની પણ ધરપકડ  કરાઈ છે.

Viral Raval Viral Raval | Updated: Nov 5, 2019, 01:07 PM IST
આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે

નવી દિલ્હી: તુર્કીએ ISIS લીડર બગદાદીની બહેન  (રસમિયા અવદ)ને સીરિયાના ઉત્તરી શહેર એઝાઝથી પકડી છે. આ સાથે જ તેના પતિ અને વહુની પણ ધરપકડ  કરાઈ છે. હાલ ત્રણેયની પૂછપરછ થઈ રહી છે. એઝાઝ શહેર કે જ્યાંથી બગદાદીની બહેન પકડાઈ છે તે ક્ષેત્ર આમ તો સીરિયામાં પડે છે પરંતુ તેના પર તુર્કીએ કબ્જો જમાવેલો છે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ બગદાદીની બહેન સીરીયાના એઝાઝથી પકડાઈ છે. જે સમયે બગદાદીની બહેન પકડાઈ ત્યારે તેની જોડે પાંચ બાળકો હતાં. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે પૂછપરછમાં તેની પાસેથી ISIS અંગે અનેક મહત્વની જાણકારીઓ મળશે જેનો ફાયદો મળી શકે છે. 

જુઓ LIVE TV

અમેરિકી રાષ્ટ્રપતિએ 27 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે ISISના ચીફ અબુ બકર અલ બગદાદી એક ઓપરેશન દરમિયાન માર્યો ગયો. પહેલા તેણે અમેરિકી સૈનિકોથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ ચારે બાજુથી ઘેરાઈ ગયા બાદ તેણે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. જો કે અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે તેના મોત અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળ્યાં. પરંતુ ISIS તરફથી બહાર પડાયેલા એક ઓડિયોમાં તેના માર્યા ગયા હોવાની ખાતરી કરાઈ છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...