Persecution of Minorities in Pakistan: સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોએ સોમવારે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી સમુદાયોની નાની ઉંમરની છોકરીઓના જબરદસ્તીથી લગ્ન અને ધર્માંતરણમાં કથિત વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે પાકિસ્તાન સરકારને આ હરકતોનો ખતમ કરવા અને પીડિતો માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુએન માનવાધિકાર વિશેષજ્ઞોએ સોમવારે કહ્યું કે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ કૃત્યોને નિષ્પક્ષ રીતે તથા ઘરેલુ કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પ્રતિબદ્ધતાઓ અનુરૂપ રોકવા, અને સંપૂર્ણ રીતે તેની તપાસ કરવા માટે તત્કાળ પગલાં ભરવામાં આવે. તેના ગુનેહગારોને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવા જોઈએ. 


વિશેષજ્ઞોએ કહ્યું કે, અમે આ સાંભળીને ખુબ પરેશાન છીએ કે 13 વર્ષથી નાની ઉંમરની છોકરીઓનું તેમના પરિવારમાંથી અપહરણ કરીને, ઘરોથી દૂરના સ્થળોએ તસ્કરી કરીને મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે ક્યારેક ક્યારેક છોકરીઓની ઉંમરથી બમણી ઉંમરના પુરુષો સાથે તેમના લગ્ન કરાવી દેવાય છે, અને ઈસ્લામમાં ધર્માંતરણ માટે મજબૂર કરાય છે. આ બધુ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનો ભંગ છે. 


માનવાધિકાર વિશેષજ્ઞોએ પાકિસ્તાનમાં, જબરદસ્તીથી ધર્માંતરણ પર રોક લગાવવા માટે અને ધાર્મિક અલ્પસંખ્યકોની રક્ષા કરારા કાયદાને પાસ કરવા જેવા ગત પ્રયત્નોને ધ્યાનમાં રાખતા પીડિતો અને તેમના પરિવારો માટે ન્યાય સુધીની પહોંચમાં કમીની પણ ટીકા કરી. 


ચીને આખરે ભારતને આપ્યો સાથ!, મિત્ર પાકિસ્તાનને આપ્યો એવો જબરદસ્ત ઝટકો...


OMG...ગજબ કહેવાય, એક એવું ગામ જ્યાં 12 વર્ષની ઉંમરે છોકરી બની જાય છે છોકરો! 


ખુશખબર! લાખો રૂપિયાનું સેલેરી પેકેજ આપતી આ કંપની આપશે અનલિમિટેડ રજાઓ


સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય મુજબ રિપોર્ટ્સથી જાણવા મળે છે કે આ તથાકથિત વિવાહ અને ધર્માંતરણ ધાર્મિક અધિકારીઓની ભાગીદારી, સુરક્ષા દળો અને ન્યાય પ્રણાલીની મિલીભગતથી થાય છે. આ રિપોર્ટ્સથી એવા પણ સંકેતો મળે છે કે કોર્ટો પણ અપરાધીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલા પીડિતોની વયસ્કતા, સ્વૈચ્છિક વિવાહ અને ધર્માંતરણના નકલી સાક્ષીઓને, મહત્વપૂર્ણ તપાસ વગર જ સ્વીકાર કરીને, આ અપરાધોને સક્ષમ બનાવે છે. નેક અવસરો પર કોર્ટોએ ધાર્મિક કાયદાની ખોટી વ્યાખ્યાઓ દ્વારા પીડિતોને શોષકો સાથે રહેવા માટે મજબૂર કર્યા છે. 


વિશેષજ્ઞોએ કહ્યું કે 'પરિવારના સભ્યોનું કહેવું છે કે પીડિતોની ફરિયાદોને પોલીસ ભાગ્યે જ ગંભીરતાથી લે છે. પોલીસ કાં તો આ રિપોર્ટ્સને નોંધવાની ના પાડી દે છે અથવા તો પછી આ અપહરણોને 'પ્રેમ વિવાહ'નું નામ આપીને યોગ્ય ઠેરવી નાખે છે. ' અપહરણકર્તા પીડિતોને કાનૂની રીતે વયસ્ક હોવા તથા પોતાની મરજીથી લગ્ન કરવાના ખોટા દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કરે છે. આ દસ્તાવેજોને પોલીસ એવું દેખાડવા માટે પુરાવા તરીકે રજુ કરે છે કે કોઈ અપરાધ થયો જ નથી. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube