વોશિંગ્ટન: ભારત (India)ની વધતી જતી શક્તિ અને ચીન (China) ના વિરૂદ્ધ ભરેલા પગલાંથી અમેરિકા ખૂબ પ્રભાવિત છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વહિવટીતંત્ર દ્વારા સાર્વજનિક કરવામાં આવેલા ગોપનીય દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચીનની ઉશ્કેરવાવાળી કાર્યવાહીનો જવાબ આપવાની ક્ષમતા છે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે મજબૂત ભારત સમાન વિચારધારા રાખનાર દેશના સહયોગથી રણનિતિક રૂપથી મહત્વપૂર્ણ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન વિરૂદ્ધ શક્તિ સંતુલન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

India મનપસંદ ભાગીદાર
આ 10 પાનાના દસ્તાવેજને અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયન (Robert O'Brien)એ સાર્વજનિક કર્યું હતું કે હવે તેને વ્હાઇટ હાઉસ (White House)ની વેબસાઇટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે. હિંદ પ્રશાંત માટે ‘US સ્ટ્રેટેજિક ફ્રેમવર્ક' નામના ડોક્યૂમેંટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સુરક્ષા મામલે અમેરિકાના મનપસંદ ભાગીદાર છે. બંને દેશ દક્ષિણ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને પરસ્પર ચિંતાવાળા અન્ય વિસ્તારોમાં સમુદ્રી સુરક્ષા બનાવી રાખવા અને ચીની પ્રભાવને રોકવામાં સહયોગ કરે છે. ભારતમાં સીમા પર ચીન દ્વારા કરવામાં આવનાર ઉશ્કેરવાની કાર્યવાહીનો જવાબ આપવાની ક્ષમતા છે. 

Pankaj Tripathi એ લગ્ન પછી સેક્સને લઇને આપી આ સલાહ, એકવાર જરૂર વાંચો


'નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યું છે ભારત'
દસ્તાવેજમાં આગળ કહેવામાં આવ્યું છે કે ભારત દક્ષિણ એશિયામાં અગ્રણી છે અને તે હિંદ પ્રશાંતની સુરક્ષા બનાવી રાખવામાં નેતૃત્વની ભૂમિકા ભજવી રહી છે. તે દક્ષિણ પૂર્વ એશિયામાં હાજરી વધારે રહી છે અને આ ક્ષેત્રમાં યૂએસના અન્ય સહયોગીઓ સાથે આર્થિક, રક્ષાત્મક તથા રાજનયિક સહયોગને વિસ્તાર આપી રહ્યું છે. દસ્તાવેજમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મજબૂત ભારત એક જેવી વિચારસણી ધરાવનાર દેશોના સહયોગથી ચીન વિરૂદ્ધ શક્તિ સંતુલન બનાવવાનું કામ કરશે. 

Corona: આ દેશે સેક્સ પર જાહેર કરી ગાઇડલાઇન્સ, બનાવ્યા વિચિત્ર નિયમો


China સાથે મુકાબલામાં સક્ષમ
આ 'ફ્રેમવર્ક'માં એક મોટા રક્ષા ભાગીદાર તરીકે ભારતનો દરજ્જો વધારવા માટે રક્ષાના હસ્તાંતરણૅની ક્ષમતાને વિસ્તાર આપવા, ક્ષેત્રમાં સુરક્ષા સંબંધી ચિંતાઓ પર સહયોગ વધારવા અને ભારતની હાજરી હિંદ મહાસાગરથી આગળ વધારવાને પ્રોત્સાહિત કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એટલું જ નહી યુએસ ડોક્યુમેન્ટમાં પરમાણું આપૂર્તિ ગ્રુપમાં ભારતની સદસ્યતા આપવાની વાત કહેવામાં આવી. તેમાં કહેવામાં આવ્યું કે સૈન્યા અને ગુપ્તચર માધ્યમોથી ભારતને સહયોગ આપવો જોઇએ, જેથી ચીન સાથે સીમા પર વિવાદ સહિત મહાદ્રીપના પડકારને ઉકેલવામાં મદદ મળી શકે. સાથે જ તેમાં ભારતની 'એક્ટ ઇસ્ટ' નીતિ અને અગ્રણી વૈશ્વિક શક્તિ બનવાની તેમની મહત્વાકાંક્ષાઓને સમર્થન આપવાનો પણ ઉલ્લેખ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube