Pankaj Tripathi એ લગ્ન પછી સેક્સને લઇને આપી આ સલાહ, એકવાર જરૂર વાંચો

લગ્ન બાદ (Sex After Marriage) કે અથવા પહેલાં (Sex Before Marriage) જો કોઇ મહિલા સહમત નથી, તો તેની સાથે યૌન સંબંધ (Sexual Relation) બાંધવો ખોટું છે.

Pankaj Tripathi એ લગ્ન પછી સેક્સને લઇને આપી આ સલાહ, એકવાર જરૂર વાંચો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) એ લગ્ન પછી સેક્સને લઇને ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે લગ્ન બાદ (Sex After Marriage) કે અથવા પહેલાં (Sex Before Marriage) જો કોઇ મહિલા સહમત નથી, તો તેની સાથે યૌન સંબંધ (Sexual Relation) બાંધવો ખોટું છે. તેમ છતાં આ વાતને મહત્વ આપવામાં આવતું હતું. 

વેબ સીરીઝ 'ક્રિમિનલ જસ્ટિસ: બિહાઇંડ ક્લોઝ્ડ ડોર્સ (Criminal Justice: Behind Closed Doors)માં કામ કર્યા બાદ અભિનેતા પંકજ ત્રિપાઠી  (Pankaj Tripathi)નું કહેવું છે કે તે સમજાઇ રહ્યા છે કે મહિલાઓએ પોતાના લગ્ન બાદ ઘરેલૂ હિંસાથી લઇને યૌન શોષણ જેવા મુદ્દાઓને લઇને કેમ ચુપ રહે છે. આ વેબ સીરીઝની કહાની અનુચંદ્રાની આસપાસ વણાયેલી છે. આ પાત્ર કીર્તિ કુલ્હારી (Kirti Kulhari)એ ભજવ્યું છે. 

તેમાં વૈવાહિક જીવનમાં થનાર યૌન શોષણ પર પ્રકાશ પાડવામાં આવે છે. બતાવવામાં આવ્યું છે કે કયા પ્રકારે એક પીડિત બંધ દરવાજાની અંદર તમામ યાતનાઓ સહન કરતી રહે છે. સીરીઝમાં પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) વકીલનું પાત્ર ભજવી રહ્યા છે. તે અનુનો કેસ લડે છે. 

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) કહે છે, હું આ વાતથી અજાણ છું કે મહિલાઓ જ્યારે પોતાની અંગત જીંદગીમાં કયા પ્રકારની યાતનાઓમાંથી પસાર થાય છે, તે ચૂપ કેમ રહે છે. જ્યારે તેમને પોતાની સમસ્યાઓ વિશે બીજાને શેર કરવાની વાત કહેવામાં આવે છે, તે મૌન રહે છે. એક પુરૂષ તરીકે તેમને સમજાવવાનું મારા શક્તિ બહાર હતી. 

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)એ આગળ કહ્યું 'આ મુદ્દો આપણા સમાજમાં હાજર છે. ભલે શહેર હોય કે ગામ, તો પછી કેમ કોઇ ખુલીને તેના પર વાત કરતા નથી. પરંતુ માધવ મિશ્રાના પાત્રને ભજવવા અને અનુરાધા ચંદ્રાએ પોતાના પતિની હત્યા કેમ કરી, આ મામલાને ઉકેલ્યા પછી હું આખરે સમજી શક્યો કેમ તેના જેવી મોટાભાગની મહિલાઓ પોતાની સમસ્યાઓને લઇને ફરી જતી નથી. 

તે આગળ કહે છે કે 'ખાસકરીને આ સમસ્યાઓ મહિલાઓની પરણિત જીંદગી સંબંધિત હોય છે, કારણ કે ઉલ્લેખનીય છે કે સમાજની માંગ એ રહી છે બંધ દરવાજાની વાતો કોઇપણ પ્રકારે બહાર ન આવે. આ શોના માધ્યમથી અમને આશા છે કે વધુને વધુ મહિલાઓ પોતાની સમસ્યાઓ પર ખુલીને વાત કરે અને પોતાના માટે યોગ્ય પગલાં ભરે.

પ્રતિક ગાંધી, વિજય વર્મા, પાવેલ ગુલાટી, નકુલ મહેતા અને કરણ ઠક્કર જેવા કલાકારોની સાથે પંકજ પોતાના એક વીડિયોમાં 'સહવાસથી પહેલાં સહમતિ'ની મહત્તા પર વાત કરતાં જોવા મળી રહી છે. વીડિયોમાં તે કહે છે કે 'સહમતિ વિના યૌન સંબંધ બનાવવો યૌન શોષણ છે, ભલે તે લગ્ન પહેલાં કે પછી. 

'ક્રિમિનલ જસ્ટિસ: બિહાઇંડ ધ ક્લોઝ્ડ ડોર્સ'માં જિશુ સેનગુપ્તા, આશીષ વિદ્યાર્થી, શિલ્પા શુક્લા, પંજક સારસ્વત, અયાઝ ખાન, કલ્યાણૅ મુલે, અજિત સિંહ પલાવત, ખુશ્બુ અત્રે અને ટીરથા મુર્બદકર પણ સામેલ છે. તેને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પર સ્ટ્રીમ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news