વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં વધારા માટે 'બ્લેક લાઈવ્સ મેટર' પ્રદર્શનને જવાબદાર ઠેરવ્યું છે. 25મી મેના રોજ એક અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ સમગ્ર અમેરિકામાં 'બ્લેક લાઈવ્સ મેટર' હેઠળ વિરોધ પ્રદર્શન થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર પત્ર મેટ્રોના જણાવ્યાં મુજબ ટ્રમ્પે બુધવારે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે પોલીસની બર્બરતા અને રંગભેદ વિરુદ્ધ પ્રદર્શન કરનારા યુવાઓ કોરોના કેસમાં વૃદ્ધિનું કારણ છે. જે હાલના અઠવાડિયાઓમાં દેશભરના લગભગ 30 રાજ્યોમાં જોવા મળ્યું. 


તેમણે કહ્યું કે 'સંક્રમણના કેસમાં વૃદ્ધિના કદાચ અનેક કારણ છે. પ્રદર્શનો બાદ તરત યુવા અમેરિકનો વચ્ચે સંક્રમણ કેસોમાં વૃદ્ધિ શરૂ થઈ. જેના અંગે તમે સારી પેઠે જાણો છો કે આ કોના વિશે હતું.'


તેમણે કહ્યું કે મેમોરિયલ ડે જેવી રજાઓ પર ભીડ ભેગી થવી, અને સાથે જ યુવાઓનું વારંવાર બીચ અને ચાર-પાંચ સૂચિબદ્ધ જગ્યાઓ પર જવું એ પણ કોરોના કેસમાં વધારાના કારણ રહ્યાં છે.


સમાચાર પત્ર મેટ્રોના જણાવ્યાં મુજબ રાષ્ટ્રપતિએ હાલમાં કેસમાં વધારા માટે મેક્સિકોને પણ જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે 'અમે મેક્સિકો સાથે 2000 માઈલની સરહદ શેર કરીએ છીએ. જેમ કે આપણે બધા જાણીએ છીએ, દુર્ભાગ્યથી મેક્સિકોમાં કેસ વધી રહ્યાં છે. જે મેક્સિકો માટે પણ મોટી સમસ્યા છે.'


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube