US: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી મળી રજા, હવે ઘરે થશે સારવાર
કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આપી. ડૉક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે.
વોશિંગ્ટન: કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આપી. ડૉક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે.
કોરોના પોઝિટિવ ટ્રમ્પ અચાનક કારમાં બેસીને નીકળી પડ્યા, બધાના શ્વાસ અધ્ધર
ઝડપથી થઈ રહ્યો છે સુધાર
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પરંતુ હજુ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ નથી. આથી તેમની આગળની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે. ટ્રમ્પને સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ સાડા 6 વાગ્યાની આસપાસ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી વ્હાઈટ હાઉસ શિફ્ટ કરાયા. ડૉક્ટરોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિનું ઓક્સિજન લેવલ સામાન્ય છે અને તેમને રેમડેસિવીરનો પાંચમો ડોઝ હવે વ્હાઈટ હાઉસમાં જ આપવામાં આવશે.
Corona સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ ચમત્કાર થઈ રહ્યો છે? તેમણે શું કહ્યું તે જાણો
થઈ હતી ખુબ ટીકા
સારવાર દરમિયાન ટ્રમ્પ રવિવારે હોસ્પિટલમાંથી બહાર ઘૂમવા માટે નીકળ્યા હતાં. જેથી કરીને તેમની ખુબ ટીકાઓ થઈ હતી. ડૉક્ટરોની સાથે જ અમેરિકી ઈન્ટેલિજન્સ ઓફિસર્સે રાષ્ટ્રપતિના આ પગલાંની ટીકા કરી હતી. વિશેષજ્ઞોનું કહેવું હતું કે આમ કરીને ટ્રમ્પે બીજા લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ પી, ફિલિપ્સ (James P. Phillips)એ આ અંગે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
Armenia Azarbaijan War માં ભારતની ભૂમિકા શું હોઈ શકે, કેવી અસર પડશે?
વિપક્ષે પણ ઉઠાવ્યા સવાલ
વિપક્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ જોય રાઈડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સારવાર વચ્ચે આ રીતે બહાર ફરવું એ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ કોરોનાને લઈને જરાય ગંભીર નથી. ટ્રમ્પ હોસ્પિટલ બહાર ભેગા થયેલા પોતાના સમર્થકોને એ બતાવવા ગયા હતાં કે તેઓ બિલકુલ ઠીક છે અને જલદી તેમને હોસ્પિટલમાંથી રજા મળી જશે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે મેં કોવિડ-19 અંગે ઘણું બધું શીખ્યું છે. હું વાસ્તવમાં આ શાળામાં જઈને શીખ્યો છું. આ વાસ્તવિક શાળા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube