Corona સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ ચમત્કાર થઈ રહ્યો છે? તેમણે શું કહ્યું તે જાણો

સેનાની હોસ્પિટલમાં દાખલ Covid-19 સંક્રમિત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) કહ્યું છે કે તેઓ હવે ઘણું સારું મહેસૂસ કરી રહ્યા છે અને તેમને સમર્થન આપવા બદલ વિશ્વભરના નેતાઓ અને અમેરિકી જનતાનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો. ટ્રમ્પે એમ પણ કહ્યું કે જે દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તે ભગવાને કરેલા કોઈ ચમત્કાર જેવી છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે આવનારા દિવસો ખુબ મહત્વના છે. પોતાના સંદેશમાં તેમમે વોલ્ટર રીડના મેડિકલ પ્રોફેશન્સનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે તેને દુનિયામાં સૌથી ઉત્તમ ગણાવ્યા છે. 
Corona સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ ચમત્કાર થઈ રહ્યો છે? તેમણે શું કહ્યું તે જાણો

વોશિંગ્ટન: સેનાની હોસ્પિટલમાં દાખલ Covid-19 સંક્રમિત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) કહ્યું છે કે તેઓ હવે ઘણું સારું મહેસૂસ કરી રહ્યા છે અને તેમને સમર્થન આપવા બદલ વિશ્વભરના નેતાઓ અને અમેરિકી જનતાનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો. ટ્રમ્પે એમ પણ કહ્યું કે જે દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તે ભગવાને કરેલા કોઈ ચમત્કાર જેવી છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે આવનારા દિવસો ખુબ મહત્વના છે. પોતાના સંદેશમાં તેમમે વોલ્ટર રીડના મેડિકલ પ્રોફેશન્સનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે તેને દુનિયામાં સૌથી ઉત્તમ ગણાવ્યા છે. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે આગામી 48 કલાક મહત્વના, 'આ' ખાસ દવા અપાઈ જે બજારમાં ઉપલબ્ધ જ નથી!

સેનાની હોસ્પિટલમાંથી વીડિયો સંદેશ આપ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય હોસ્પિટલમાંથી વીડિયો સંદેશ પાઠવતા કહ્યું કે 'જ્યારે હું અહીં આવ્યો હતો, ત્યારે આટલું સારું મહેસૂસ નહતો કરતો. હવે ખુબ સારું લાગે છે. અમે બધા ખુબ મહેનત કરી રહ્યા છીએ જેથી કરીને હું પાછો ફરી શકું. મારે પાછા ફરવું જ પડશે.  કારણ કે અમારે ફરીથી અમેરિકાને ખુબ આગળ લઈ જવાનું છે.' આ બધા વચ્ચે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના ચિકિત્સક સીન કોનલેએ કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ સંપૂર્ણ રીતે સાજા થયા નથી. તેમણે કહ્યું કે રવિવારે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. રેમડેસિવિર દવા તેમને આપવામાં આવી રહી છે. તેમને પૂરા સહયોગથી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને હવે તાવ નથી અને ઓક્સિજન આપવાની પણ જરૂર નથી. 

— Donald J. Trump (@realDonaldTrump) October 3, 2020

ટ્રમ્પને અપાઈ છે ખાસમખાસ દવા
એવા પણ અહેવાલ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક ખાસ દવા અપાઈ છે. તેમની સારવાર એક ખાસ પ્રકારની એન્ટીબોડી કોકટેલથી થઈ રહી છે જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ જ નથી. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરના સ્ટેટમેન્ટ મુજબ તેમને એન્ટીબોડી કોકટેલ દવાનો આઠ ગ્રામનો ડોઝ અપાયો છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ ટ્રમ્પને ઉંદરમાંથી તૈયાર કરવામાં આવેલી એન્ટીબોડી આપવામાં આવી છે. આ દવાનો ઉપયોગ હજુ સામાન્ય રીતે થતો નથી અને લોકો માટે ઉપલબ્ધ પણ નથી. 

ઉંદરમાંથી તૈયાર કરાયેલી આ એન્ટીબોડીને અમેરિકાની કંપની Regeneronએ તૈયાર કરી છે. તેનો ઉપયોગ બ્રિટનમાં પણ ટ્રાયલ તરીકે થઈ રહ્યો છે. ઓક્સફર્ડના પ્રોફેસરે આ દવાને ખુબ સારો પ્રભાવ છોડનારી ગણાવી છે. આ દવાનું નામ  REGN-COV2 રાખવામાં આવ્યું છે. 

કોરોના થયા પછી હવે આ તસવીરો જોઈ પસ્તાઈ રહ્યા હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

REGN-COV2ની સાથે સાથે ટ્રમ્પને Remdesivir દવા પણ આપવામાં આવી રહી છે. જેમાં સાથે ઝિંક, વિટામીન ડી, એસ્પિરિન, Famotidine અને Melatonin જેવી દવાઓ પણ અપાઈ રહી છે. REGN-COV2 ની હજુ ટ્રાયલ ચાલુ છે. પરંતુ પ્રાથમિક તારણો પરથી જાણવા મળ્યું છે કે કોરોનાના જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ નથી તેમનામાં આ દવાના કારણે વાયરલ લોડ ઘટી ગયો. એટલે કે શરીરમાં વાયરસની માત્રા ઓછી થઈ ગઈ. 

લગભગ ચાર મિનિટનો વીડિયો સંદેશ, 'ચમત્કારથી જરાય કમ નથી દવાઓ'
ટ્રમ્પે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલા આશરે ચાર મિનિટના વીડિયો સંદેશમાં કહ્યું છે કે ચૂંટણી જીતવા અને મારું કામ પૂરું કરવા માટે તેમણે પાછા ફરવાનું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વાયરસ સામે તેઓ લડી રહ્યા છે અને આશા પણ વ્યક્ત કરી કે તેઓ તેને હરાવી દેશે. તેમણે કહ્યું કે તેમને જે સારવાર મળી રહી છે તે કોઈ ચમત્કારથી જરાય  કમ નથી. તેમણે કહ્યું કે જ્યારે હું એમ કહુ છું તો લોકો મારી ટીકા કરે છે પરંતુ કઈંક એવું થઈ રહ્યું છે જેના વિશે લાગે છે કે તે ઈશ્વરનો ચમત્કાર છે. હું એટલું કહેવા માંગુ છું કે હું સારું મહેસૂસ કરી રહ્યો છું. 

તેમણે કહ્યું કે ફર્સ્ટ લેડી મેલેનિયાની તબિયત પણ સારી છે. મેલેનિયા પણ કોરોના વાયરસથી સંક્રમિત છે અને વ્હાઈટ હાઉસમાં જ છે. શુભેચ્છાઓ બદલ રાષ્ટ્રપતિએ પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર, અને પુત્રી ઈવાન્કા ટ્રમ્પનો પણ આભાર વ્યક્ત કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news