કોરોના પોઝિટિવ ટ્રમ્પ અચાનક કારમાં બેસીને નીકળી પડ્યા, બધાના શ્વાસ અધ્ધર

કોરોના (Corona virus) ને સાવ સામાન્ય ગણવાની ભૂલ કરી બેઠેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ કોરોના પોઝિટિવ થવા છતાં પણ તેની ગંભીરતાને સમજતા નથી. સારવાર વચ્ચે ટ્રમ્પ રવિવારે હોસ્પિટલની બહાર નીકળ્યા અને પોતાની એસયુવીમાં બેસીને થોડે દૂર સુધી મુસાફરી કરી. 
કોરોના પોઝિટિવ ટ્રમ્પ અચાનક કારમાં બેસીને નીકળી પડ્યા, બધાના શ્વાસ અધ્ધર

વોશિંગ્ટન: કોરોના (Corona virus) ને સાવ સામાન્ય ગણવાની ભૂલ કરી બેઠેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ કોરોના પોઝિટિવ થવા છતાં પણ તેની ગંભીરતાને સમજતા નથી. સારવાર વચ્ચે ટ્રમ્પ રવિવારે હોસ્પિટલની બહાર નીકળ્યા અને પોતાની એસયુવીમાં બેસીને થોડે દૂર સુધી મુસાફરી કરી. 

ડૉક્ટરોની સાથે જ અમેરિકી ઈન્ટેલિજન્સ ઓફિસર્સે રાષ્ટ્રપતિના આ પગલાંની ટીકા કરી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આમ કરીને ટ્રમ્પે બીજા લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ પી, ફિલિપ્સ (James P. Phillips)એ આ અંગે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. 

બેજવાબદારભર્યું વર્તન
ફિલિપ્સે લખ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની એસયુવી માત્ર બુલેટપ્રુફ જ નહીં પરંતુ કેમિકલ હુમલા માટે પણ એકદમ સીલ છે. આ કારની અંદર કોરોનાના સંક્રમણનું જોખમ વધારે છે. તેમનું આ બેજવાબદારીભર્યું વર્તન ચોંકાવનારું છે. તેમણે કારની અંદર રહેલા દરેક વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યો. 

વિપક્ષે પણ ઉઠાવ્યા સવાલ
વિપક્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ જોય રાઈડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સારવાર વચ્ચે આ રીતે બહાર ફરવું એ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ કોરોનાને લઈને જરાય ગંભીર નથી. ટ્રમ્પ હોસ્પિટલ બહાર ભેગા થયેલા પોતાના સમર્થકોને એ બતાવવા ગયા હતાં કે તેઓ બિલકુલ ઠીક છે અને જલદી તેમને હોસ્પિટલમાંથી રજા મળી જશે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે મેં કોવિડ-19 અંગે ઘણું બધું શીખ્યું છે. હું વાસ્તવમાં આ શાળામાં જઈને શીખ્યો છું. આ વાસ્તવિક શાળા છે. 

ટ્રમ્પ અને તેમની પત્ની કોરોના પોઝિટિવ
રાષ્ટ્રપતિએ વોલ્ટર રીડ હોસ્પિટલ બહાર ભેગા થયેલા પોતાના સમર્થકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની કોરોના પોઝિટિવ છે. ટ્રમ્પની સારવાર માટે મિલેટ્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. આથી આશા છે કે તેમને જલદી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news