ચીન વિરુદ્ધ અમેરિકાએ ખોલ્યો મોરચો!, G-7 નેતાઓને કરી આ ખાસ અપીલ
વાત જાણે એમ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈચ્છે છે કે ઉઈગર મુસલમાનો અને અન્ય જાતિય અલ્પસંખ્યકો પાસેથી બંધુઆ મજૂરી કરાવવા વિરુદ્ધ ગ્રુપ ઓફ સેવન (G-7) ના નેતાઓ એક સાથે અવાજ ઉઠાવે.
કાર્બિસ બે (ઈંગ્લેન્ડ): દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓએ શનિવારે વિકાસશીલ દેશો માટે એક યોજના તૈયાર કરી છે. જેથી કરીને તેઓ ચીનને ટક્કર આપી શકે. જો કે ઉઈગર મુસલમાનો (Uygher Muslims) જેવા મુદ્દાઓ પર માનવાધિકારનું હનન કરવા બદલ ચીનને કેવી રીતે રોકવામાં આવે, તેને લઈને તત્કાલ સહમતિ બની શકી નહીં. વાત જાણે એમ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈચ્છે છે કે ઉઈગર મુસલમાનો અને અન્ય જાતિય અલ્પસંખ્યકો પાસેથી બંધુઆ મજૂરી કરાવવા વિરુદ્ધ ગ્રુપ ઓફ સેવન (G-7) ના નેતાઓ એક સાથે અવાજ ઉઠાવે.
આ દેશોએ આપ્યું સમર્થન
બાઈડેનને આશા છે કે બંધુઆ મજૂરીને લઈને શિખર સંમેલનમાં ચીનની આલોચના કરવામાં આવશે. જો કે કેટલાક યુરોપીયન સહયોગી દેશો ચીન સાથે પોતાના સંબંધ ખરાબ કરવા માંગતા નથી.
બાઈડેન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે કેનેડા, યુનાઈટેડ કિંગડમ, અને ફ્રાન્સે બાઈડેનની આ વાતને સમર્થન આપ્યું છે. જ્યારે જર્મની, ઈટાલી અને કેટલાક યુરોપીય યુનિયન ઓફ સેવન સમિટના પહેલા સત્ર દરમિયાન આ મુદ્દે ખચકાતા જોવા મળ્યા.
Shocking! દારૂ ઢીંચવા માટે બાળકોને એકલા મૂકીને જતી રહી માતા, 11 માસના બાળકનું ભૂખ-તરસથી મોત
મેક્રોન અને મર્કેલ સાથે પણ કરી મુલાકાત
શિખર સંમેલનમાં બાઈડેને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રૌન સાથે પણ અનેક મુદ્દે વાત કરી. મેક્રોને કહ્યું કે અનેક મુદ્દાઓ પર એક સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ ઉપરાંત બાઈડેને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ મુલાકાત કરી.
આ અવસરે બાઈડેને કોવિડ મહામારી વિશે કહ્યું કે અમે સમગ્ર દુનિયાને આ મહામારીમાંની ચુંગલમાંથી છૂટકારો અપાવવા માટે વૈશ્વિક ભાગીદારો સાથે કામ કરવા જઈ રહ્યા છીએ. અમે સમગ્ર દુનિયાને રસી પણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ.
Video: શરમજનક...ચીનની યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લલચાવવા માટે આપી 'સેક્સ'ની જાહેરાત
અત્રે જણાવવાનું કે દક્ષિણ પશ્ચિમ ઈંગ્લેન્ડના કાર્બિસ બેમાં શુક્રવારે શરૂ થયેલું આ શિખર સંમેલન રવિવારે પૂરું થશે. જી-7 કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશોનો એક સમૂહ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube