Video: શરમજનક...ચીનની યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લલચાવવા માટે આપી 'સેક્સ'ની જાહેરાત

ચીન (China) ની અત્યંત ખ્યાતનામ યુનિવર્સિટીએ તમામ હદો પાર કરતા એવી હરકત કરી છે કે આખી દુનિયામાં ચીન પર થૂં થૂં થઈ રહ્યું છે.

Video: શરમજનક...ચીનની યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લલચાવવા માટે આપી 'સેક્સ'ની જાહેરાત

ચીન (China) ની અત્યંત ખ્યાતનામ યુનિવર્સિટીએ તમામ હદો પાર કરતા એવી હરકત કરી છે કે આખી દુનિયામાં ચીન પર થૂં થૂં થઈ રહ્યું છે. ચીની યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લલચાવવા માટે 'સેક્સ' ની જાહેરાત આપી હોવાનું બહાર આવ્યું છે. ચીનની નાનજિંગ યુનિવર્સિટી ( Nanjing University)ની જાહેરાતમાં વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે સેક્સ્યુઅલ કન્ટેન્ટ અને યુવતીઓનો સહારો લેવામાં આવ્યો છે. જો કે વિવાદ વધતો જોઈને યુનિવર્સિટીએ તાબડતોબ આ ઓનલાઈન જાહેરાત હટાવી દીધી છે. યુનિવર્સિટી પર આરોપ લાગ્યો છે કે આ કામ તે પોતાની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા માટે કરી રહી છે. 

નાનજિંગ યુનિવર્સિટીએ ચીનની નેશનલ કોલેજ એન્ટરન્સ ટેસ્ટ  gaokao exams ના પહેલા દિવસે ચીનની સોશિયલ મીડિયા સાઈટ Weibo પર આ આપત્તિજનક જાહેરાત પોસ્ટ કરી હતી.  આ જાહેરાતમાં હાથમાં બેનર પકડીને છ અલગ અલગ વિદ્યાર્થીઓ કેમ્પસના અલગ અલગ ભાગમાં ઊભેલા જોવા મળી રહ્યા છે જેમાં યુવકો અને યુવતી બંને સામેલ છે. 

આ છ ફોટામાંથી જે 2 ફોટા પર સૌથી વધુ વિવાદ સર્જાયો તેમાંથી એક ફોટોમાં યુવતીના હાથમાં જે બોર્ડ હતું તેમાં લખ્યું હતું “Do you want to live at the library with me, from morning till night?” એટલે કે શું તમે મારી સાથે પુસ્તકાલયમાં સવારથી રાત સુધી રહેવા માંગો છો?, અને બીજા બોર્ડ પર લખ્યું હતું “Do you want me to become part of your youth?” એટલે કે શું તમે ઈચ્છો છો કે હું તમારી જવાનીનો હિસ્સો બની જઉ? 

વધુ વિગતો માટે જુઓ VIDEO

આ ઓનલાઈન જાહેરાત વાયરલ થતા જ તેનો વિરોધ શરૂ થઈ ગયો. રિપોર્ટ્સમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે જે બેનર યુવકોએ હાથમાં પકડ્યા હતા તેમાં કોઈ અશ્લીલ વાતો નહતી. જેમ કે એક યુવકના હાથમાં જે બેનર હતું તેમા લખ્યું હતું કે શું તમે એક ઈમાનદાર, મહેનતું નાનજિંગ વિદ્યાર્થી બનવા માંગો છો? 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news