વોશિંગ્ટન: ભારતના 'મેક ઈન ઈન્ડિયા' (Make In India) અભિયાને અમેરિકાને પણ ચિંતામાં નાખી દીધું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ને લાગે છે કે જો ભારત આ જ રીતે મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂક્યા કરશે તો દ્વિપક્ષીય વેપાર પ્રભાવિત થઈ શકે છે. બાઈડેન પ્રશાસને અમેરિકી કોંગ્રેસને જણાવ્યું કે ભારત સરકારની આ નીતિ અમેરિકા-ભારતના દ્વિપક્ષીય વેપારમાં મોટો પડકાર દર્શાવે છે. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં 'મેક ઈન ઈન્ડિયા' પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે. પીએમ મોદી ઈચ્છે છે કે ભારત દરેક ક્ષેત્ર પર પોતાની પકડ મજબૂત કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

US Exporters પર પડી અસર
2021 માટે વેપાર નીતિ પર આવેલા રિપોર્ટમાં યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે કહ્યું કે વર્ષ 2020માં અમેરિકા તરફથી ભારતીય બજારમાં પહોંચ સંબંધિત મુદ્દાઓને ઉકેલવાની કોશિશ ચાલુ રખાઈ. મેક ઈન ઈન્ડિયા પર કેન્દ્રીત ભારતની વેપાર નીતિઓથી અમેરિકી નિકાસકારો પર અસર પડી છે. યુએસટીઆરએ સોમવારે યુએસ કોંગ્રેસને સોંપેલા પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારત પોતાના મોટા બજાર અને આર્થિક વિકાસની તમામ તકોના કારણે અમેરિકી નિકાસકારો માટે જરૂરી બજાર બની ગયું છે. પરંતુ જે પ્રકારે ભારતમાં વેપારને સિમિત કરનારી નીતિઓ અમલમાં આવી રહી છે તેનાથી બંને દેશોના વેપાર સંબંધ નબળા પડશે. 


PM મોદીના વખાણ પણ કોંગ્રેસમાં કોઈ ન કરી શકે? કાર્યકરોએ ગુલામ નબી આઝાદનું પૂતળું બાળ્યું


GSP પર ચાલી રહી છે વાત
રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતનું 'મેક ઈન ઈન્ડિયા' (Make In India) કેમ્પેઈન દ્વારા આયાત ઓછી કરવા પર ભાર મૂકવો એ આપણા દ્વિપક્ષીય વેપારી સંબંધો માટે પડકાર વ્યક્ત કરે છે. નોંધનીય છે કે 5 જૂન 2019ના રોજ અમેરિકાએ ભારત માટે જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(Generalized System of Preferences -GSP) હેઠળ વેપારમાં મળતી વિશેષ છૂટને ખતમ કરી હતી. ત્યારથી આ મુદ્દે બંને પક્ષમાં વાતચીત ચાલુ છે. રિપોર્ટ મુજબ અમેરિકા ઈચ્છે  છે કે ભારત અને ટેરિફમાં કાપ મૂકે અને બજારમાં અમેરિકી કંપનીઓની પહોંચ સુલભ બનાવે. આ ઉપરાંત પણ બંને દેશોમાં બિન ટેરિફ બેરિયર્સ અંગે પણ કેટલાક વિવાદ છે. 


હાલ UK ટોપ પર છે
રિપોર્ટ મુજબ અમેરિકા (America) એ 2020માં દ્વિપક્ષીય વેપાર સંબંધિત તમામ મુદ્દાને લઈને પોતાની ચિંતાઓ ભારત સામે રજુ કરી હતી. જેમાં Intellectual Property Protection and Implementation, ઈલેક્ટ્રોનિક્સ કોમર્સ અને ડિજિટલ વેપારને પ્રભાવિત કરનારી નીતિઓ સાથે જ કૃષિ અને બિન કૃષિ ઉત્પાદનોના બજારમાં પહોંચ જેવા મુદ્દાઓ મુખ્ય રીતે સામેલ રહ્યા. રિપોર્ટ જણાવે છે કે બ્રિટન (UK) અમેરિકી સેવાઓના આયાત મામલે ટોપ પર છે. બ્રિટને 2019માં અમેરિકાથી 62 અબજ ડોલરની સેવાઓ લીધી હતી. જ્યારે ભારત આ મામલે છઠ્ઠા સ્થાને છે. ભારતે 29.7 અબજ ડોલરની આયાત કરી. એ જ રીતે કેનેડાએ 38.6 અબજ, જાપાને 35.8 અબજ અને જર્મનીએ 34.9 અબજ ડોલરની આયાત અમેરિકાથી કરી હતી. 


PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે


Lactose ની નિકાસમાંમાં આવી કમી
USTR એ એમ પણ કહ્યું છે કે ગત વર્ષ જુલાઈમાં અમેરિકાના વાંધા બાદ ભારતે લેક્ટોઝ અને વે પ્રોટીન લાવી રહેલા જહાજોને છોડી દીધા હતા. હકીકતમાં ભારતે એપ્રિલ 2020માં ઉત્પાદનો સાથે ડેરી સર્ટિફિકેટ જરૂરી કર્યું હતું અને તેના અભાવમાં અમેરિકાના અનેક જહાજ રોક્યા હતા. આ નિયમ અગાઉ ભારતમાં અમેરિકી લેક્ટોઝ અને વે પ્રોટીનની નિકાસ વધી રહી હતી. વર્ષ 2019માં જ્યાં નિકાસ 5.4 કરોડ ડોલર સુધી પહોંચી ગઈ હતી ત્યાં ગત વર્ષે તે માત્ર 3.2 કરોડ ડોલર જ રહી ગઈ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube