PM મોદીના વખાણ પણ કોંગ્રેસમાં કોઈ ન કરી શકે? કાર્યકરોએ ગુલામ નબી આઝાદનું પૂતળું બાળ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વખાણ કર્યા બાદ કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) પોતાની જ પાર્ટીના કાર્યકરોના નિશાન પર આવી ગયા છે. કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારે જમ્મુમાં ગુલામ નબી આઝાદ વિરુદ્ધ ખુબ પ્રદર્શન કર્યું અને તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી કરી. 
PM મોદીના વખાણ પણ કોંગ્રેસમાં કોઈ ન કરી શકે? કાર્યકરોએ ગુલામ નબી આઝાદનું પૂતળું બાળ્યું

શ્રીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વખાણ કર્યા બાદ કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) પોતાની જ પાર્ટીના કાર્યકરોના નિશાન પર આવી ગયા છે. કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારે જમ્મુમાં ગુલામ નબી આઝાદ વિરુદ્ધ ખુબ પ્રદર્શન કર્યું અને તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી કરી. 

કાર્યકરોએ કરી પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી
પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને ગુલામ નબી આઝાદને પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી કરી. કાર્યકરોએ કહ્યું કે આ દુર્ભાગ્ય છે કે ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad ) ને કોંગ્રેસ ઘણું બધુ આપ્યું, પરંતુ છતાં આજે જ્યારે પાર્ટીનું સમર્થન કરવાનો સમય છે તો તેમણે ભાજપ (BJP) સાથે દોસ્તી કરી. તેઓ ડીડીસી ચૂંટણી (DDC Election) પ્રચાર માટે પણ જમ્મુ કાશ્મીર ન આવ્યા. પરંતુ હવે અહીં આવીને પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે. 

— ANI (@ANI) March 2, 2021

જમ્મુ પ્રવાસ પર હતા ત્યારે પીએમ મોદીના કર્યા હતા વખાણ
ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) હાલમાં જ ત્રણ  દિવસના જમ્મુ કાશ્મીર પ્રવાસે ગયા હતા. ગુજ્જર દેશ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ દરમિયાન ગુલામ નબી આઝાદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આપણે હંમેશા આપણી સચ્ચાઈ જણાવવી જોઈએ. 

પીએમ મોદી હંમેશા બતાવે છે પોતાની સચ્ચાઈ
ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) કહ્યું કે હું ગામથી આવું છું અને મને ગર્વ મહેસૂસ થાય છે. આપણા પ્રધાનમંત્રી પણ કહે છે કે મે વાસણો સાફ કર્યા અને ચા વેચી. આપણે આપણી સચ્ચાઈ હંમેશા જણાવી જોઈએ. કારણ કે આપણે તેની સાથે છીએ. હું મોટી મોટી જગ્યાએ ગયો. 5 સ્ટાર ગયો, 7 સ્ટાર ગયો, પરંતુ પોતાનો સમય યાદ કરીને મજા આવી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news