નવી દિલ્લી: ભારતમાં અત્યારે અસમ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં જનસંખ્યા નીતિની જાહેરાત કરવામાં આવી છે. કેમ કે આ રાજ્યોમાં વસ્તી વધારે છે. ભારતમાં પણ વસ્તીનો આંકડો 135 કરોડને પાર પહોંચી ગયો છે. ત્યારે એવું નથી કે માત્ર ભારત જ વસ્તી વધારાથી પરેશાન છે. દુનિયાના અનેક દેશો પણ તેનાથી પરેશાન છે. અનેક દેશોમાં જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો કે બીજી અનેક પ્રકારની પહેલ કરી છે. ભારતમાં હાલ જનસંખ્યા નિયંત્રણ કાયદાની વાત જોરશોરથી થઈ રહી છે. પરંતુ દુનિયના અનેક દેશ એવા પણ છે, જ્યાંની વસ્તી આપણા ગામ કે સોસાયટીથી પણ ઓછા છે. અહીંયા માત્ર 1000 લોકો જ રહે છે. ત્યારે અમે તમને બતાવીશું તે દેશ વિશે, જ્યાં સૌથી ઓછી જનસંખ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાવ્યાંજલિ, પ્યાર તૂને ક્યાં કિયા, ડ્રીમ ગર્લ અને CID ની એકટ્રેસના સાવ ઉઘાડા ફોટા સામે આવ્યાં! જોઈને ઉડી જશે હોશ


1. વેટિકન સિટી:
દુનિયામાં વેટિકન સિટી એક એવો દેશ છે જ્યાં લગભગ 900 લોકો જ રહે છે. વેટિકન સિટીને સૌથી ઓછી જનસંખ્યાવાળો દેશ માનવામાં આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ વેટિકન સિટી સૌથી નાનો દેશ છે. જેનો વિસ્તાર 0.44 સ્ક્વેર કિલોમીટર છે.


2. તુવાલુ:
વેટિકન સિટી પછી તુવાલુનું નામ આવે છે. જ્યાં પણ સૌથી ઓછા લોકો રહે છે. આ એક આઈલેન્ડ છે. જે પોલિનેશિયામાં સેન્ટ્રલ પેસિફિક છે. જો આખા દેશની જનસંખ્યા જોવામાં આવે તો અહીંયા માત્ર 11,000 લોકો જ રહે છે. અહીયાનું કુલ ક્ષેત્રફળ 26 સ્ક્વેર કિલોમીટર છે.


3. નૌરુ:
નૌરુ પ્રશાંત મહાસાગરમાં આવેલ એક દ્વીપ દેશ છે. આ દેશનું ક્ષેત્રફળ 21 સ્ક્વેર કિલોમીટર છે. 2016ની જનસંખ્યા પ્રમાણે આ દેશની કુલ વસ્તી લગભગ 12,000 છે. નૌરુને દુનિયાનો સૌથી નાનો દેશ માનવામાં આવે છે.


4. પલાઉ:
આ પણ પ્રશાંત મહાસાગરમાં છે અને તે દ્વીપનો એક સમૂહ છે. કહેવામાં આવે છે કે આ દ્વીપ સમૂહમાં 340 આઈલેન્ડ છે. અને અહીંયા લગભગ 21,000 લોકો રહે છે. પ્રવાસનની દ્રષ્ટિએ આ દેશ ઘણો ફેમસ છે.


5. સેન મારીનો:
સેન મારીનો યૂરોપનો સૌથી જૂનો દેશ માનવામાં આવે છે. આ વિશ્વનો પાંચમો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. આ દેશની ભાષા ઈટાલિયન છે. 61 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની વસ્તી 33,203 છે.


6. મોનાકો:
મોનાકો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઘણો નાનો દેશ છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજો મોટો દેશ છે. જોકે અહીંયાની જનસંખ્યા લગભગ 37,000 છે. આ દેશ ફ્રાંસ અને ઈટલીની વચ્ચે સમુદ્ર કિનારે વસેલો છે.


મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

World's Oldest Jewelry: કેવા હતા દુનિયાના સૌથી જૂના ઘરેણાં? 51 હજાર વર્ષ પહેલાંની આ તસવીરો જુઓ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube