હાલ સોશિયલ મીડિયા(Social Media) પર એક નાની બાળકીનો ફોટો ખુબ વાઈરલ (Viral)  થઈ રહ્યો છે. આ બાળકીનો ફોટો લોકો માટે ઓપ્ટિકલ ઈલ્યૂઝન બની છે. લોકોમાં આ ફોટાને લઈને ખુબ કૂતુહલ જોવા મળી રહ્યું છે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ ફોટામાં બાળકી એક મેદાનમાં ઊભી છે. આમ તો તસવીરમાં એક નજરે ખાસ જણાશે નહીં. પરંતુ ધ્યાનથી જોતા બાળકીના પગ એકદમ અજીબ જોવા મળી રહ્યાં છે. તેના પગ પાતળા અને લાંબા જોવા મળે છે. ફેસબુક (Facebook) પર શેર કરાયેલા આ તસવીર હાલ લોકોમાં ચર્ચાનું કારણ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંતરિક્ષમાં ઉપગ્રહોનું રિપેરિંગ થશે સરળ અને સસ્તું, રોબોટ બચાવશે નાણા


તસવીરમાં જે કેપ્શન અપાયેલી છે તેનાથી જોકે ઘણુ બધુ જાણવા મળી જાય છે. પરંતુ આમ છતાં તસવીર(Viral Photo) એક નજરે બધાને ખુબ કન્ફ્યુઝ કરી રહી છે. પહેલી નજરમાં તો તમને એવું જ લાગે કે છોકરીના પગ એકદમ પાતળા અને લાંબા છે. હકીકતમાં આ એક ઓપ્ટિકલ ઈલ્યૂઝન છે. જે પોપકોર્નના પારદર્શક પેકેટના કારણે થયું છે. છોકરીએ આ પેકેટ પોતાના હાથમાં પકડી રાખ્યું છે. 



લોકોએ આવી કોમેન્ટ કરી
પોપકોર્નનો કલર બેકગ્રાઉન્ડના કલર સાથે ઘણો ખરો મળે છે. જેના કારણે છોકરીના પગ લાંબા અને પાતળા જોવા મળી રહ્યાં છે. આ તસવીર પર અનેક લોકોએ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી છે. કેટલાક લોકોએ લખ્યું છે કે તેઓ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગયાં. કેટલાક લોકોએ લખ્યું કે પોપકોર્નનું પેકેટ જોવા માટે તેમણે કોમેન્ટ સેક્શનમાં બીજાની કોમેન્ટ વાંચવી પડી. 


આ તસવીર જોઈને એક યૂઝરે લખ્યું કે મને પહેલા તો ખરાબ લાગ્યું પરંતુ ત્યારબાદ ખબર પડી તો હું હસી પડી. અન્ય એક યૂઝરે લખ્યું કે 'બાળકી કેટલી પાતળી છે અને તેના બૂટ પગમાં બહાર નીકળી રહ્યાં છે. આ તસવીરને સમજતા મને 2 મિનિટનો સમય લાગ્યો.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube