Court Video: કોર્ટમાં પગ મૂકતા જ ભલભલાના હાજા ગગડી જતા હોય છે. જજ સામે મોઢું સુદ્ધા ખુલતું નથી. પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં આરોપી જજ સાથે જ ફ્લર્ટ કરવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે. અહીં એક વ્યક્તિએ એવું કામ કરી નાખ્યું કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. જજને જ ઈમ્પ્રેસ કરવા માટે તેણે જજ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધુ. આ બધુ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન થયું. 


Dubai : દુબઈ જાઓ તો આ શબ્દ ભૂલેચૂકે ન બોલતા કે લખતા, એક બ્રિટિશ મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ


શું છે આખો મામલો
ડેમેટ્રિયસ લુઈસ નામના એક વ્યક્તિ પર ચોરીનો આરોપ લાગ્યો હતો. આ મામલે સુનાવણી ચાલુ હતી. લુઈસને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઝૂમ એપ પર સુનાવણી માટે હાજર કરાયો. આ કેસમાં જજ હતા બ્રોવાર્ડ કાઉન્ટના જજ તબિતા બ્લેકમન. અચાનક સુનાવણી દરમિયાન આરોપી જજના વખાણ કરવા લાગ્યો. જજને તેણે ગોર્જિયસ કહ્યું. અને પછી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. જે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube