Dubai : દુબઈ જાઓ તો આ શબ્દ ભૂલેચૂકે ન બોલતા કે લખતા, એક બ્રિટિશ મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ

UAE: દુનિયાના નક્શા પર યુએઈ જેવા દેશો પણ છે. અહીં તમારી એક મજાક તમને વર્ષો માટે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.

Dubai : દુબઈ જાઓ તો આ શબ્દ ભૂલેચૂકે ન બોલતા કે લખતા, એક બ્રિટિશ મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ

દુનિયાના નક્શા પર યુએઈ જેવા દેશો પણ છે. અહીં તમારી એક મજાક તમને વર્ષો માટે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. દુબઈમાં એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે કે જેના કારણે બ્રિટિશ મહિલા જેલ ભેગી થઈ. 

મજાક ભારે પડી શકે છે
સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આમ તો અરબ દેશોની સરખામણીએ લચીલા કાયદા છે પરંતુ અનેકવાર અહીંના કાયદા પણ કડકરૂપ ધારણ કરી શકે છે. અહીં તમને અનેકવાર તમારી મજાક એટલી ભારે પડી શકે છે તમે જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ શકો છો. આવું જ કઈંક એક બ્રિટિશ મહિલા સાથે થયું. 

દેશ છોડતી વખતે અટકાયતમાં લેવાઈ
આ બ્રિટિશસ મહિલાને ફક્તે દેશ છોડતી વખતે એટલા માટે અટકાયતમાં લેવામાં આવી કે તેણે તેની સાથે ફ્લેટ શેર કરતી એક યુક્રેનની યુવતીને  'F*** YOU' કહ્યું હતું અને આ યુવતીએ ફરિયાદ કરી નાખી. ત્યારબાદ આ શબ્દના કારણે હવે બ્રિટિશ યુવતી બે વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે.

વોટ્સએપ પર મેસેજ મોકલવાની સજા
બ્રિટિશ મહિલા બ્રાઈટોનની ઉંમર 31 વર્ષ છે અને તે ગ્લૂકેસ્ટરશાયર (ઈંગ્લન્ડ) બેસ્ડ કંપનીમાં એચઆર મેનેજર છે. તેની સાથે ફ્લેટમાં એક યુક્રેની યુવતી રહેતી તી. જે બ્રિટિશ મહિલા મુજબ ખુબ જ ચંચળ અને સારી છોકરી હતી. પરંતુ ઓક્ટોબર મહિનામાં તેણે પોતાની આ ફ્લેટમેટ પર ગુસ્સે થઈને વોટ્સએપ પર  'F*** YOU'  લખી નાખ્યું હતું. તે પણ એટલા માટે કારણ કે લોકડાઉન દરમિયાન તેની રૂમ મેટે ડાઈનિંગ ટેબલ પર ઓફિસનું કામ કરી લીધુ હતું. પરંતુ તેને ખબર નહતી કે આ બે મિનિટનો ગુસ્સો તેને કેટલો ભારે પડવાનો છે. 

એરપોર્ટ પર રોકવામાં આવી
બ્રાઈટોને જણાવ્યું કે તેણે તેની ફ્લેટમેટને ઓક્ટોબર મહિનામાં આ મેસેજ મોકલ્યો હતો. અને હવે તે દુબઈ ( Dubai ) છોડીને હંમેશા માટે તેના પરિવાર પાસે બ્રિટન જઈ રહી હતી. તેનો કેટલોક સામાન પણ મોકલાઈ ગયો હતો. વિઝા સમય પણ ખતમ થવાનો હતો. તેણે ફ્લેટનું  ભાડું ચૂકવ્યું અને એરપોર્ટ પહોંચી એરપોર્ટ પર જેવી અંદર જઈ રહી હતી ત્યારે તેને રોકવામાં આવી. તેણે જણાવ્યું કે તેની ઉપર અપરાધિક કેસ દાખલ છે. આ સમગ્ર મામલો જાણ્યા  બાદ બ્રિટિશ મહિલાએ પોતાની યુક્રેની રૂમમેટને કેસ પાછો ખેંચવાની વાત કરી પરંતુ તેની રૂમમેટે કેસ પાછો ખેંચવાની ના પાડી દીધી. જો કે આ મહિલા વર્ષ 2018થી દુબઈમાં રહેતી હતી અને તેને કોઈ પણ પરેશાની ભોગવવી પડી નહતી. 

સાવધાન રહેવું જરૂરી
આ ખબર એટલા માટે પણ તમારે જાણવા જરૂરી છે કારણ કે જે પણ દેશમાં જાઓ ત્યારે ત્યાના નિયમ અને કાયદા જાણી લેવા જોઈએ. દુનિયાના નક્શા પર યુએઈ જેવા દેશ પણ છે જ્યાં તમારી એક મજાક તમને વર્ષો સુધી જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news