કંદોવન ગામ! 700 વર્ષથી ચકલીના માળા જેવા ઘરમાં રહે છે લોકો
આ વાત ઈરાનની છે. જ્યાં એક એવું પણ ગામ છે જ્યાં લગભગ 700 વર્ષથી લોકો ચકલીના માળા જેવા ઘરમાં રહે છે. આ ઘર દેખાવમાં પણ ચકલીના માળા જેવું છે. આ ગામમાં અજીબો ગરીબ પરંપરાના કારણે લોકો આવી રીતે રહે છે.
Kandovan village: આજે મને તમે સૌથી પહેલા એ કહો કે ઘરની પરીભાષા શું છે. મોટા ભાગના લોકો એમ જ કહેશે કે સ્વર્ગનું સરનામું એટલે ઘર. અને જ્યારે વાત સ્વર્ગની આવે ત્યારે તે જગ્યા કોઈ પણ સુવિધાથી વંચિત ના હોય. આલીશાન મહેલ, બહુ બધા નોકર ચાકર, બધી જ સુવિધાઓ હોય એને સ્વર્ગ કહેવાય...પરંતુ આ દુનિયામાં એવા પણ કેટલાક લોકો રહે છે જે લોકોએ પોતાનું સ્વર્ગ એક નાનકડા પક્ષીના માળા જેવી જગ્યામાં બનાવ્યું છે. લાગે છે ને થોડી અજીબ વાત..પણ હંમેશાની જેમ, વાત સાચી છે.
આ વાત ઈરાનની છે. જ્યાં એક એવું પણ ગામ છે જ્યાં લગભગ 700 વર્ષથી લોકો ચકલીના માળા જેવા ઘરમાં રહે છે. આ ઘર દેખાવમાં પણ ચકલીના માળા જેવું છે. આ ગામમાં અજીબો ગરીબ પરંપરાના કારણે લોકો આવી રીતે રહે છે. એટલે જ આ ગામ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ગામનું નામ કંદોવન ગામ છે. કંદોવન ગામના લોકો માળાને ઘર બનાવીને રહે છે. આવા ઘરમાં રહેવા માટે તેમણે ખાસ પ્રકારની રહેણી કરણી પણ સ્વીકારી છે. પોતાની પરંપરા માટે આ ગામ દુનિયાભરમાં જાણીતું છે કારણ કે અહીંના લોકો પક્ષીઓની જેમ જીવે છે.
આ પણ વાંચો: શું સંસ્કાર છે! ભારતનું એવું ગામ જ્યાં દરેક લોકો બોલે છે સંસ્કૃત, તમે નવાઈ ના પામતા
આ પણ વાંચો: આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ
આ પણ વાંચો: Shocking: સરકારી યોજનાનો લાભ લેવા ભાઇએ બહેન સાથે કર્યા લગ્ન, જાણો શું છે મામલો
કંદોવન ગામની અનેક પેઢીઓ આ રીતે જીવી ચૂકી છે. જોવા માટે જ નહીં પરંતુ રહેવા માટે પણ ખાસ છે આ ઘર... તમે આ ઘરની ખાસિયત જાણીને દંગ રહી જશો. વાતાવરણ પ્રકૃતિને અનુરૂપ રહેતું હોવાથી અહીં ઠંડીમાં હીટર અને ગરમીમાં ACની જરૂર પડતી નથી. આ ઘર આરામદાયક હોય છે. કોઈપણ સીઝનમાં અહીં આ ખાસ ઘરમાં લોકો આરામથી રહે છે.
આ પણ વાંચો: ના છોકરી બની શક્યો ના છોકરો, પત્ની સંબંધોથી ખુશ પણ કોખ નહીં ભરાય
આ પણ વાંચો: પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર હતું,ડોક્ટરોએ હાથ પર નવું પેનિસ ઉગાડી ટ્રાન્સપ્લાન્ટ કર્યું
આ પણ વાંચો: Warning Signs: આ સંકેતો દેખાડે છે કે તમારી કિડની ખતરામાં છે, સમયસર થઈ જજો સાવધાન
શા માટે અહીના લોકોએ બનાવ્યા આવા ઘર, કારણ છે ચોંકાવનારું
વર્ષો પહેલાં અહીં મંગોલોનો આતંક હતો, મંગોલોના હુમલાથી બચવા માટે અહીંના લોકોએ આવા માળાના ઘર બનાવ્યા હતાં. કંદોવનના વાસિંદા અહીં મંગોલોના આતંકથી છૂટકારો મેળવીને આવ્યા હતા. તેઓ છુપાવવા માટે જ્વાળામુખીની ચટ્ટાનોમાં પોતાના ઘર બનાવીને અહીં જ સ્થાયી થઈ જતા. બસ ત્યારથી જ આ પરંપરા ચાલે છે અને આગળ પણ ચાલતી રહેશે. કહેવાયને કે આપણા વ્યક્તિત્વમાં ક્યાંય ને ક્યાંય તો પૂરવજોનો પડછાયો દેખાતો હોય છે.
આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે
આ પણ વાંચો: હિન્ડનબર્ગનો રિપોર્ટ જ અદાણીને કરશે માલામાલ!, સાબિત થશે આશીર્વાદરૂપ
આ પણ વાંચો: Bank Recruitment 2023: BOB માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube