જીનેવા: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ફાઈઝર(Pfizer) અને બાયોએનટેક(BioNTech) ની કોરોના વાયરસની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે દુનિયાભરમાં ફાઈઝરની રસીના ઉપયોગનો રસ્તો  ખુલી ગયો છે. WHOએ મંજૂરી આપતા કહ્યું કે તે પોતાના ક્ષેત્રીય કાર્યાલયો દ્વારા સંબંધિત દેશો સાથે આ રસીના લાભ અંગે વાત કરશે, જેથી કરીને ત્યાં પણ તેને ઉપલબ્ધ કરાવી શકાય. આ બધા વચ્ચે ભારત પણ આજે કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ અંગે મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. આ અંગે આજે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. 


ગુજરાતમાં દેશનું પહેલવહેલું હાઈટેક રેલવે સ્ટેશન...જ્યાં ફાઈવસ્ટાર હોટલની નીચેથી પસાર થશે ટ્રેન, જુઓ PHOTOS


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ ટેસ્ટ બાદ લેવાયો નિર્ણય
WHOએ એક નિર્ણય લેતા કહ્યું કે તેણે વિસ્તૃત તપાસ અને ટેસ્ટ બાદ જ ફાઈઝરની રસીને મંજૂરી આપી છે. આ સાથે જ 'ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ' પ્રક્રિયા ઉપર પણ ઝડપથી કામ ચાલુ છે. જેથી કરીને ગરીબ દેશોને જલદી રસી પહોંચાડી શકાય. અત્રે જણાવવાનું કે લિસ્ટમાં સામેલ થયા બાદ કોઈ પણ કોરોના રસીને દુનિયાભરના દેશોમાં સરળતાથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી જશે. આ ઉપરાંત WHOએ કોરોનાના નવા સ્ટ્રેન વિશે કહ્યું છે કે હાલના ઉપાયો અપનાવીને તેનાથી બચી શકાય છે. 


FASTag અંગે આવ્યા અત્યંત રાહતના સમાચાર, 1 જાન્યુઆરીથી ફરજિયાત નથી FASTag, નવી ડેડલાઈન વિશે ખાસ જાણો


અસરકારક છે કોરોના રસી
વિશ્વ આરોગ્ય સંગઠને ફાઈઝર રસીની સમીક્ષા બાદ કહ્યું કે આ રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મોતની આશંકા પણ ઓછી થઈ જાય છે. WHOએ પોતાના નિવેદનમાં એ પણ કહ્યું કે અમે આ રસીને એટલા માટે જલદી મંજૂરી આપી કારણ કે તમામ લોકો સુધી તેના ડોઝ પહોંચવામાં વાર ન થાય. WHOની એક્સેસ ટુ મેડિસિન પ્રોગ્રામના પ્રમુખ મારિયાંગેલા સિમાઓએ કહ્યું કે આ કોરોના રસી સુધી વૈશ્વિક પહોંચ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મોટું પગલું છે. 


સ્કૂટી પર લાશ લઈને બિન્દાસ ઘૂમતો રહ્યો શખ્સ, CCTV માં કેદ થઈ ઘટના, PHOTOS જોઈને હચમચી જશો


આજે મંજૂરી પર લેવાશે નિર્ણય
આ બાજુ કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) આજે રસીના ઉપયોગને લઈને એક મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહ્યું છે. આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ફાઈઝર અને ભારત બાયોટેક પ્રાઈવેટ લિમિટેડની રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળે તેવી શક્યતા છે. હાલમાં જ આ મુદ્દે બેઠક થઈ હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહતો. ત્યારબાદ  બેઠક એક જાન્યુઆરીએ થશે તેવો નિર્ણય લેવાયો. આથી આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ મનાય છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube