સ્વિટ્ઝરલેન્ડ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના વરિષ્ઠ અધિકારી માઈકલ જે રાયને બુધવારે કહ્યું કે કોરોના દુનિયામાં એવા વાયરસોની જેમ રહી શકે છે જે ક્યારેય જશે નહીં. જેમ કે એચઆઈવી. ડબલ્યુએચઓ હેલ્થ ઈમર્જન્સીસ પ્રોગ્રામ (WHO health emergencies program)ના એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર ડો.રાયન કહે છે કે તે આપણા સમુદાયમાં ક્યારેય ખતમ ન થનારો વાયરસ બની શકે છે. બની શકે કે ક્યારેય ન જાય. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે એચઆઈવી પણ ક્યારેય ગયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં વળી પાછું ટેન્શન, રેપિડ ટેસ્ટમાં મળ્યા 7 કોરોના પોઝિટિવ કેસ


રાયને કહ્યું કે જે રીતે એચઆઈવી ક્યારેય ખતમ થઈ કહ્યો નહીં એ જ રીતે કોરોના વાયરસ પણ આપણી વચ્ચે રહી શકે છે. રાયને કહ્યું કે જો કે આપણે એવા તરીકા શોધી કાઢ્યા છે કે એચઆઈવીથી પીડિત લોકો પણ વધુ દિવસો સુધી સ્વસ્થ અને જીવિત રહી શકે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને લઈને આપણે યથાર્થવાદી થવું પડશે. કારણ કે આપણને ખબર નથી કે આ બીમારી ક્યારે જશે. 


મહારાષ્ટ્રમાં તૂટ્યો રેકોર્ડ, 24 કલાકમાં કોરોનાના 1500 કેસ, મુંબઈમાં 40 મૃત્યુ


તેમણે કહ્યું કે જો આપણે કોરોના વાયરસની કોઈ કારગર વિક્સિન શોધી પણ કાઢીએ તો દુનિયામાં દરેક વ્યક્તિને મળી શકે તેવી જરૂર છે. શક્ય છે ત્યારે જ આ બીમારી ખતમ થઈ શકે. જો કે આ વેક્સિન ક્યારે અને કેવી રીતે મળશે તે અંગે તેમણે કશું જણાવ્યું નહીં. આ અગાઉ પણ WHO એવી આશંકા વ્યક્ત કરી ચૂક્યું છે કે આવનારા દિવસોમાં કોરોના મહામારીનો ખાતમો થાય તે નજરે પડતું નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube