બુદ્ધિશાળી પાકિસ્તાનીએ ટૉયલેટ સમજી પ્લેનનો ઇમરજન્સી ગેટ ખોલી નાખ્યો અને...
માનચેસ્ટરથી ઇસ્લામાબાદ માટે ઉડ્યન કરનાર ફ્લાઇટમાં અચાનક ઇમરજન્સી ડોર ખુલી જતા પેસેન્જરમાં અફડા તફડી
ઇસ્લામાબાદ : પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની ફ્લાઇટમાં એક મહિલા પેસેન્જરે ટોયલેટનો ગેટ સમજીને વિમાનનો ઇમરજન્સી ગેટ ખોલી દીધો. આ ઘટના ત્યારે થઇ જ્યારે ફ્લાઇટ રન વે પર હતી. પીઆઇએના અનુસાર વિમાનને મેનચેસ્ટરથી ઇસ્લામાબાદ માટે ઉડ્યન કરી હતી. ઘટના ત્યારે થઇ જ્યારે ફ્લાઇટ પીકે 702 રનવે પર હતી. એક મહિલા પેસેન્જરે ભુલથી ટોયલેટ ગેટ સમજીને ઇમરજન્સી ગેટનું બટન દબાવી દીધું. ત્યાર બાદ યાત્રીઓ વચ્ચે અફડા તફડી મચી ગઇ હતી.
પશ્ચિમ બંગાળમાં સતત ચાલી રહી છે, ભાજપ સોમવારે મનાવશે કાળો દિવસ
એરલાઇન્સે જણાવ્યું કે, આ ફ્લાઇટમાં 40 યાત્રીઓ બેઠેલા હતા. ઘટના બાદ સ્ટાન્ડર્ડ ઓપરેશન હેઠળ યાત્રીઓને તેમના સામાન સહિત નીચે ઉતારવામાં આવ્યા. ત્યાર બાદ તેમને બીજી ફ્લાઇટથી ઇસ્લામાબાદ માટે રવાના કરવામાં આવ્યા. ઘટનાના કારણે ઉડ્યનમાં 7 કલાક મોડુ થયું હતું.
અલીગઢ: બાળકીનાં પિતાનું CM યોગી આદિત્યનાથને મળવાનો ઇન્કાર, ફાંસીની માંગ
તિરુપતિ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વેંકટેશ્વરની પુજા અર્ચના કરી
પીઆઇએએ જણાવ્યું કે, યાત્રીઓનાં પરિવહન અને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી અને ત્યાર બાદ તેમને બીજી ઉડ્યનથી મોકલવામાં આવ્યા. એરલાઇન્સના મુખ્ય કાર્યકારી એર માર્શલ અરશદ મલિકે ઘટનાની તપાસ માટેના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં રાષ્ટ્રીય વિમાન કંપની અનેક વર્ષોથી નુકસાનમાં ચાલી રહી છે. જો કે હવે પાકિસ્તાન સરકારે તેમની સ્થિતી સુધારવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.