આ રંગીન ગલીઓમાં `સુખ` શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!
World 10 Red Light Area: ક્યારેય નહીં જોઈ હોય દુનિયાના સૌથી કુખ્યાત રેડલાઈટ એરિયાઓની આવી તસવીરો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 રેડ લાઈટ એરિયા! ત્યાંના નિયમો અને તસવીરો જોઈને તમારાં રૂંવાટા ઊભા થઈ જશે.
ઝી બ્યૂરો, અમદાવાદ: વેશ્યાવૃત્તિ વિશે તમારા વિચારો ગમે તે હોય, પરંતુ તે સાચું છે કે તે વિશ્વના દરેક દેશમાં તે કોઈને કોઈ રીતે હાજર છે. કેટલાક દેશોએ તેને પોતાના દેશમાં કાયદેસર બનાવી છે. સેક્સ વર્કરની દુનિયા ખૂબ જ ભયાનક છે. રેડ લાઇટ એરિયા નશાને કારણે તેમની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક સ્થળોમાં થાય છે. ત્યારે અમે તમને બતાવીશું દુનિયાની કેટલીક એવી જગ્યાઓ વિશે જે તેમના રેડ લાઇટ એરિયા માટે વિશ્વભરમાં જાણીતા છે.
1. ડી વોલન- નેધરલેન્ડ:
એમ્સ્ટરડેમનો ડી વોલન વિશ્વનો સૌથી પ્રખ્યાત રેડ લાઇટ એરિયા છે. તમે અહીંની શેરીઓમાં કાચની પેનલમાં કેદ થયેલા સેક્સ વર્કરોને સ્પષ્ટપણે જોશો. અહીં વેશ્યાવૃત્તિ કાયદેસર છે અને તેના પર અન્ય વ્યવસાયની જેમ ટેક્સ પણ લાદવામાં આવે છે.
2. સોનાગાચી- ભારત:
કોલકાતાના આ રેડ લાઇટ એરિયામાં હજારો સેક્સ વર્કરો હાજર છે. આ જગ્યા એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયામાં ગણાય છે. આ પર બોર્ન ઇન બ્રોથેલ્સ નામની ઓસ્કર વિજેતા ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે.
3. પેટપોંગ માર્કેટ- થાઇલેન્ડ:
બેંગકોકના આ બજારમાં સેક્સ વર્કર્સ માટે રખડવું સામાન્ય છે. અહીં સેક્સ વર્કરો તમને વિવિધ પ્રકારની લાલચ આપતા પણ જોવા મળશે.
4. પિગાલે- ફ્રાન્સ:
આ વિસ્તાર પેરિસની પ્રખ્યાત મૌલિન રૂજ પવનચક્કીની નજીક સ્થિત છે. આ કુખ્યાત શેરીમાં ઘણી સેક્સ શોપ, પીપ શો, વેશ્યાગૃહો છે. આ વિસ્તાર પર એક રોમેન્ટિક ગીત પણ બનાવવામાં આવ્યું છે.
5. કાબુકીચો- જાપાન:
આ રેડ લાઇટ એરિયા જાપાનની રાજધાની ટોક્યોમાં છે. અહીં ઘણી પ્રેમ હોટલો છે. જો કોઈ વ્યક્તિ સેક્સ વર્કરને પોતાની સાથે લેવા માંગતો હોય તો તેણે કમાણીનો અમુક હિસ્સો તેના બોસને ચૂકવવો પડે છે.
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video
6. ગેલેંગ – સિંગાપોર:
સિંગાપોર સમગ્ર વિશ્વમાં તેના કડક કાયદાઓ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં પણ વેશ્યાવૃતિ આંશિક રીતે કાયદેસર છે. અહીંના ટાવરમાં સેક્સ વર્કર્સ આરામથી પોતાનું કામ કરે છે.
ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!
7. કોપાકાબાના- બ્રાઝીલ:
આ બ્રાઝિલનો સૌથી મોટો રેડ લાઇટ એરિયા છે. કહેવાય છે કે અહીં ખૂબ જ ધનિક લોકો આવે છે. આ વિસ્તાર ખૂબ ગીચ છે.
8. ઝોના નોર્ટે- મેક્સિકો:
આ અમેરિકાનો સૌથી મોટો રેડ લાઇટ એરિયા છે. વેશ્યાવૃત્તિ અહીં કાયદેસર છે. અહીં ઘણા વેશ્યાગૃહો અને સ્ટ્રીપ ક્લબ છે.
Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર
9. વાન ચાઇ- ચીન:
હોંગકોંગનો આ વિસ્તાર રાત્રે રેડ લાઇટ એરિયામાં ફેરવાય છે. ત્યાં ઘણી બાર આધારિત હોટલ છે જ્યાં સેક્સ વર્કર્સ કામ કરે છે.
દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!
10. હોલ્બેક- બ્રિટન:
થોડા સમય પહેલા તેને બ્રિટનનો કાનૂની રેડ લાઇટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. અહીં સેક્સ વર્કર્સ કોઈ પણ ડર વગર પોતાનું કામ કરે છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube