વુહાનઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના એક નિષ્ણાંતે કહ્યું કે, કોરોના વાયરસ (Corona Virus) ચીનની એક પ્રયોગશાળાથી ફેલાવાની સંભાવના નથી. વૈજ્ઞાનિકોએ તે પણ કહ્યું કે, બની શકે કે તેણે કોઈ મધ્યવર્તી પ્રજાતિ દ્વારા માનવ શરીરમાં પ્રવેશ કર્યો હશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ખોરાક સલામતી અને પ્રાણી નિષ્ણાત પીટર બેન એમ્બારેકે મધ્ય ચીનના શહેર વુહાનમાં કોરોના વાયરસથી સંભવિત રીતે ઉત્પન્ન થવાની તપાસના પોતાની આકરણીમાં મંગળવારે આ દાવો કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વુહાનમાં જ મળ્યો હતો કોરોનાનો પ્રથમ કેસ
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં વુહાનમાં જ ડિસેમ્બર 2019મા કોરોના વાયરસ (Covid 19) ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ અમેરિકા સહિત ઘણા દેશોએ ચીનના વુહાનમાં સ્થિત બાયો લેબથી કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાની આશંકા જાહેર કરી હતી. આ સિવાય ચીનના વેટ માર્કેટથી પણ કોરોના સંક્રમણ ફેલાવાની વાત કહી હતી. 


આ પણ વાંચોઃ ત્રણ પગવાળા આ માણસને જોઈને થશે આશ્ચર્ય, જાણો તેમની રસપ્રદ કહાની


વૈજ્ઞાનિકોની હવે પશુઓ પર ઉપર ટકી નજર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના પ્રેસ કોન્ફરન્સમાં સિંધુઆ વિશ્વ વિદ્યાલયના એક ચીની નિષ્ણાંત લિયાંગ વાનિયાને કહ્યુ કે, SARS-CoV-2 ચામાચિડીયા અને પેંગોલિનમાં જોવા મળે છે. બની શકે કે આ વાયરસ ફેલાવાનું કારણ હોય, કારણ કે કોરોના માનક વાયરસ અને SARS વચ્ચે ઉચ્ચ સમાનતા જોવા મળી છે. પરંતુ આ પ્રજાતિઓમાંથી કોઈ પાસેથી અત્યાર સુધી ઓળખ થયેલા વાયરસના SARS-CoV-2 સાથે પ્રત્યક્ષ સંબંધ મળ્યો નથી. 


અમારા પ્રારંભિક નિષ્કર્ષ જણાવે છે કે એક મધ્યસ્થ યજમાન પ્રજાતિના માધ્યમથી સંક્રમણ ફેલાવાની સૌથી વધુ સંભાવના છે. તેને સાબિત કરવા માટે વધુ અભ્યાસ અને વિશિષ્ટ રિસર્ચની જરૂરીયાત હશે. નિષ્કર્ષ જણાવે છે કે એક પ્રયોગશાળાથી ઘટનાની પરિકલ્પનાની શરૂઆતની વ્યાખ્યા યોગ્ય નથી. 


આ પણ વાંચોઃ OMG... જજ સાથે ખુલ્લેઆમ ફલર્ટ કરવા લાગ્યો આરોપી, કહ્યું-'ઈલુ ઈલુ', જુઓ Video 


દુનિયાને નથી ખ્યાલ 23 લાખ લોકોના હત્યારો કોરોના ક્યાંથી આવ્યો
હજુ સુધી આ ઘાતક વાયરસથી દુનિયાભરમાં 2,338,319 લોકોના મોત થયા છે. સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા 107,079,812 પહોંચી ગઈ છે. છતાં પણ લોકોને ચોક્કસ રીતે તે ખ્યાલ નથી કે કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube