World Heritage Day 2023: વિશ્વભરમાં ઘણી ઐતિહાસિક વારસાની જગ્યાઓ છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી પહોંચે છે. આ વિરાસતો માત્ર જૂની સંસ્કૃતિનો અહેસાસ જ નથી, પરંતુ પોતાની સાથે જોડાયેલી કહાનીઓ પણ જણાવે છે. તેથી દર વર્ષે 18 એપ્રિલને વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ, તેનો ઈતિહાસ અને મહત્વ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ ધરોહર દિવસનો ઇતિહાસ
વર્ષ 1982માં 18મી એપ્રિલે વિશ્વ ધરોહર દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી અને માત્ર 1 વર્ષ પછી એટલે કે વર્ષ 1983માં યુનેસ્કો જનરલ એસેમ્બલીએ તેને સંપૂર્ણ રીતે માન્યતા આપી, જેનાથી લોકોમાં સાંસ્કૃતિક વારસાના મહત્વ વિશે જાગૃતિ વધી. વર્ષ 1982 માં, 18 એપ્રિલના રોજ, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા ટ્યુનિશિયામાં પ્રથમ 'વર્લ્ડ હેરિટેજ ડે' ઉજવવામાં આવ્યો હતો.


વર્લ્ડ હેરિટેજ ડે 2023 ની થીમ
1983 થી, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે એક થીમ સેટ કરી છે અને દર વર્ષે અલગ થીમ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે 'હેરીટેજ ચેન્જીસ' થીમ હેઠળ ઉજવવામાં આવશે.


આ પણ વાંચો:
અમદાવાદમાં CBI- NDRFની ટીમને મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા
ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન
મેક્સવેલ-ડુ પ્લેસિસની તોફાની ઈનિંગ એળે ગઈ, CSK એ રોમાંચક મેચમાં RCB ને હરાવ્યું


વિશ્વ ધરોહર દિવસનો હેતુ
18 એપ્રિલના રોજ ઉજવવામાં આવતા વિશ્વ ધરોહર દિવસનો હેતુ વિશ્વભરમાં માનવ ઇતિહાસ સાથે સંકળાયેલા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને સાચવવાનો છે, જેના માટે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે.


વિશ્વ ધરોહર દિવસનું મહત્વ
લોકો માટે આ હેરિટેજ સાઇટ્સને જોવા અને જાણવા માટે પર્યટન ખૂબ જ મોટું માધ્યમ બની ગયું છે. દેશના વિવિધ દેશોમાં સ્થિત આ હેરિટેજ સાઇટ્સ પ્રકૃતિની સાથે સાથે માનવીની સર્જનાત્મકતા અને કલાત્મકતા પણ જણાવે છે. તેથી તેમની સુરક્ષા કરવાની જવાબદારી દરેક નાગરિકની હોવી જોઈએ.


ઇટાલી નજીક 58 સાઇટ્સ
વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ. જેને તમે ઈતિહાસની એ યાદો કહી શકો, જે આજે પણ આપણી સામે ટકી રહી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કો આ વર્લ્ડ હેરિટેજ સ્થળોની જાળવણી માટે જવાબદાર છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પરના નવા રિપોર્ટ વિશે વાત કરીએ તો, ઇટાલી વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની પાસે સૌથી વધુ કુલ 58 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે.


ચીનમાં 56 હેરિટેજ સાઈટ 
વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ચીન વિશ્વનો સૌથી મોટો દેશ છે. હેરિટેજ સાઇટ્સમાં તે બીજા ક્રમે આવે છે. ચીનમાં આવા કુલ 56 સ્થળો છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા નંબરે જર્મની આવે છે, જેની પાસે 51 વૈશ્વિક સ્થળો છે. સ્પેન ચોથા નંબર પર છે, તેની પાસે 49 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. ફ્રાન્સ 41 સાઈટ સાથે યાદીમાં પાંચમા નંબરે છે.


આ પણ વાંચો:
સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવા જતા આધેડે પ્રતિકાર કરતા હત્યા, હત્યાનો ભેદ ઉકેલાયો
સુરત પોલીસે માનવતા મહેકાવી, વૃદ્ધાશ્રમ દત્તક લેતા જોવા મળ્યું કડક પોલીસનું નરમ રૂપ
મોટો ઝટકો! કચ્છની કેસર કેરીના ચાહકોને કેટલી જોવી પડશે રાહ? સામે આવ્યા છે મોટા સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube