Kohinoor diamond: ભારતીય મૂળના પત્રકાર નરિંદર કૌરે એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં કોહિનૂર હીરાને લઈને એક ટીવી શોમાં થઈ રહેલી મહિલાની ચર્ચાને બતાવવામાં આવી છે. આ ટીવી શોમાં નરિંદર કૌર પોતે હાજર હતી અને કોહિનૂર હીરાને ભારત પાછો લાવવાની માગણી પર ચર્ચા કરવામાં આવી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં જોઈ શકાય છે કે કૌ અને લેખિકા કમ એન્કર એમ્મા વેબ વચ્ચે આ મુદ્દાને લઈને ઘણા તર્ક થઈ રહ્યા છે. બંને મહિલા પોતાનો પક્ષ રાખવા માગે છે. તેની વચ્ચે વેબ કૌરને કહે છેકે તમે મારી વાત પહેલાં પૂરી થઈ જવા દો. 


દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી


એવામાં તેના પર બોલતાં નરિંદર કૌરે કહ્યું કે તમને ઈતિહાસ વિશે કોઈ ખબર નથી. જોકે એમ્મા એમ કહેવા માગે છે કેતે સમયે શીખ સામ્રાજ્યનું લાહોર પર શાસન હતું તો શું આ હિસાબથી પાકિસ્તાન પણ હીરાને લઈને દાવો કરી શકે છે. આ મુદ્દા પર નરિંદર કૌરે કહ્યું કે કોહિનૂર હીરો આદિ-અનાદિકાળ અને લોહીયાળ હિંસાનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ભારતને સોંપી દેવો જોઈએ. મને નથી લાગતું કે એક ભારતીય બાળકને કોહિનૂર હીરો જોવા માટે આટલી લાંબી યાત્રા કરીને બ્રિટન આવવું જોઈએ. એમ્મા વેબને આગળ એમ કહેતા સાાંભળવામં આવી કે આ કોહિનૂર હીરાને શીખ સામ્રાજ્ય દ્વારા ઈરાની સામ્રાજ્યમાંથી ચોરવામાં આવ્યો હતો. અને ઈરાની સામ્રાજ્યે પોતાના આક્રમણમાં તેને મોગલો પાસેથી છીનવી લીધો હતો. 


એવામાં એમ્માનું કહેવું છે કે તેના માલિકી હકને લઈને વિવાદ છે. આ અંગે બોલતાં નરિંદર કૌરે વેબને ઈતિહાસ વાંચવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે બ્રિટનના રાજા ચાર્લ્સના રાજ્યાભિષેકના સમયે તેમની પત્ની અને રાણી કેમિલાએ કથિત રીતે કોહિનૂર હીરાથી જડેલ મહારાણી એલિઝાબેથનો મુકુટ પહેરવાનો ઈનકાર કરી દીધો છે. કોહિનૂર હીરાને ભારત પાછો લાવવાની માગણી વર્ષોથી થતી આવી છે. એવામાં હાલમાં તેને લઈને ચર્ચા ઘણી તેજ થઈ ગઈ છે.


આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો:  LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube