7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના DAમાં વધારા બાદ હવે બેસિક સેલેરીનો નંબર! જાણો ક્યારે મળશે ગુડ ન્યૂઝ

Central government employees news: હોળીના તહેવાર પહેલા સરાકેર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે HRAમાં પણ મોટો વધારો થયો છે. હવે ચર્ચા શરૂ થઈ છે કે મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ ગયું છે તો હવે તેને શૂન્ય કરવામાં આવશે. 
 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના DAમાં વધારા બાદ હવે બેસિક સેલેરીનો નંબર! જાણો ક્યારે મળશે ગુડ ન્યૂઝ

નવી દિલ્હીઃ Central government employees news: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ વર્ષ શાનદાર રહેવાનું છે. હકીકતમાં મોંઘવારી ભથ્થું (dearness allowance)વર્ષમાં બે વખત તો વધશે, આ સિવાય અન્ય લાભ પણ મળવાના છે. હોળીના તહેવાર પહેલા સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી દીધો છે. આ સિવાય હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થયો છે. તો ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મોંઘવારી ભથ્થું હવે 50 ટકા થઈ ગયું છે તો તેને શૂન્ય કરવામાં આવશે. તેનો સૌથી મોટો ફાયદો કર્મચારીઓને બેસિક સેલેરી તરીકે મળશે. આવો તેના વિશે જાણીએ.

બેસિક સેલેરીમાં સામેલ થઈ જશે મોંઘવારી ભથ્થું
બેસિક સેલેરીમાં જબરદસ્ત વધારો કઈ રીતે થશે. તેના માટે થોડા ફ્લેશબેકમાં જઈએ. સરકારે 2016માં જ્યારે સાતમું પગાર પંચ લાગૂ કર્યું હતું તો મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દેવામાં આવ્યું હતું. ગણતરી માટે નવું આધાર વર્ષ નક્કી કરવામાં આવ્યું હતું. મોંઘવારી ભથ્થું શૂન્ય થવાથી કર્મચારીઓને તે ફાયદો થયો કે પાછલું મોંઘવારી ભથ્થું તેના મૂળ પગારમાં સામેલ કરી દેવામાં આવ્યું હતું. હવે ફરી તે થવાનું છે. મોંઘવારી ભથ્થાને એકવાર ફરી બેસિક સેલેરીમાં મર્જ કરી પગાર વધારવાની યોજના છે અને પછી મોંઘવારી ભથ્થું 0 થઈ જશે. 

કેમ 0 થઈ જશે મોંઘવારી ભથ્થું?
હવે સવાલ થાય છે કે આ કઈ રીતે થશે? હકીકતમાં વર્ષ 2016ના મેમોરેડમમાં જણાવવામાં આવ્યું કે જ્યારે મોંઘવારી ભથ્થું (DA) 50 ટકા એટલે કે બેસિક સેલેરીના 50 ટકા થશે તો તેને શૂન્ય કરી દેવામાં આવશે. એટલે કે ઝીરો થયા બાદ જે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તેની ગણતરી ફરીથી શરૂ થશે. આમ થવા પર મોંઘવારી ભથ્થાને બેસિક પગારમાં મર્જ કરી દેવામાં આવશે. તેનાથી કર્મચારીઓના પગારમાં રિવિઝન થઈ જશે. તેનો ફાયદો થશે કે કર્મચારીઓએ તેના પગારમાં રિવિઝનમાં લાંબો સમય રાહ જોવી પડશે નહીં. પહેલા મોંઘવારી ભથ્થું 100 ટકા ઉપર પણ પહોંચી જતું હતું. છઠ્ઠા પગાર પંચ સુધી આ રીતે ડીએમાં વધારો થતો રહેતો હતો.

કેન્દ્રીય કર્મચારીઓના બેસિક પગારમાં થશે મોટો વધારો
વર્તમાન સમયમાં પે-બેન્ડ લેવલ 1 પર 18000 રૂપિયા બેસિક સેલેરી છે. આ સૌથી ઓછો બેસિક છે. તેની ગણતરી કરીને જુઓ તો કુલ મળીને અત્યારે 7560 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. પરંતુ જો આ ગણતરી 50 ટકા મોંઘવારી ભથ્થા પર જુઓ તો 9000 રૂપિયા મળષે. હવે અહીં કેચ આવે છે. 50 ટકા ડીએ થવાથી તેને શૂન્ય કરી બેસિક પગારમાં જોડી દેવામાં આવશે. એટલે કે 18000 રૂપિયા બેસિક પગાર વધી 27000 રૂપિયા થઈ જશે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું 27000 રૂપિયા પર કેલકુલેટ થશે. જો 0 થયા બાદ 3 ટકા ડીએ વધે છે તો 810 રૂપિયા મહિને તેના પગારમાં વધી જશે. 

ક્યારે થશે બેસિક પગારમાં વધારો?
કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ ગયું છે. તેને 1 જાન્યુઆરી 2024થી લાગૂ કરવામાં આવ્યું છે. હવે આગામી રિવિઝન જુલાઈ 2024માં થવાનું છે. એટલે કે જુલાઈ બાદ મોંઘવારી ભથ્થાનો દર 0થી શરૂ થઈ 3 કે 4 ટકા હોઈ શકે છે. એટલે કે જુલાઈ 2024 માટે મોંઘવારી ભથ્થાનો દર નક્કી કરતા પહેલા સરકાર 5 ટકા ડીએને બેસિક સેલેરીમાં મર્જ કરવાને મંજૂરી આપી શકે છે. મર્જ થતા જ પે-બેન્ડ લેવલ 1ના કર્મચારીઓના બેસિક પગારમાં સીધો 9000 રૂપિયાનો વધારો થશે. 

ફરી વધશે 4 ટકા મોંઘવારી ભથ્થું
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો માર્ચમાં કરવામાં આવ્યો છે. તે જાન્યુઆરી 2023થી લાગૂ થશે. હવે જુલાઈ 2023થી આગામી મોંઘવારી ભથ્થાની જાહેરાત થઈ શકે છે. આશા છે કે તેમાં 4 ટકાનો વધારો થશે. એક્સપર્ટ પ્રમાણે જે રીતે મોંઘવારીની સ્થિતિ છે અને બે મહિનાના CPI-IW ના આંકડા આવ્યા છે, તેનાથી સ્પષ્ટ છે. પરંતુ જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેનો નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. 

2016માં પ્રથમવાર મર્જ થયું હતું ડીએ
જ્યારે પણ નવું પગાર પંચ લાગૂ કરવામાં આવે છે તો કર્મચારીઓને મળનાર ડીએને મૂળ વેતનમાં સામેલ કરી દેવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે આમ તો નિયમ કર્મચારીઓને મળનાર 100 ટકા ડીએને મૂળ વેતનમાં સામેલ કરવું જોઈએ. પરંતુ આમ થતું નથી. તે માટે નાણાકીય સ્થિતિ આડે આવે છે. પરંતુ વર્ષ 2016માં આમ કરવામાં આવ્યું હતું. આ પહેલા વર્ષ 2006માં જ્યારે છઠ્ઠું પગાર પંચ આવ્યું તે સમયે પાંચમાં પગારપંચમાં ડિસેમ્બર સુધી 187 ટકા ડીએ મળી રહ્યું હતું. આ ડીએ મૂળ વેતનમાં મર્જ કરવામાં આવ્યું હતું. તેથી છઠ્ઠા પગારપંચનો ગુણાંક 1.87 હતો. ત્યારે નવો પે બેન્ડ અને ગ્રેડ પે પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમાં ત્રણ વર્ષ લાગ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news