''છપાક''ના શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણ આ પ્રકારે રાખે છે પોતાને હાયડ્રેટ

બોલીવુડની લીડિંગ લેડી દીપિકા પાદુકોણ હાલમાં દેશની રાજધાનીમાં પોતાની આગામી ફિલ્મ ''છપાક''નું શૂટિંગ કરી રહી છે. દિલ્હીની આગ ઓકતી ગરમીમાં શૂટીંગ કરવામાં અભિનેત્રીને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આગ ઓકતી ગરમીથી બચવા માટે અભિનેત્રી પોતાના ખાણીપીણીનું ધ્યાન રાખે છે અને લૂથી બચવા માટે દિલ્હીની પ્રસિદ્ધ સત્તૂ ડ્રિંકનો સહારો લે છે.
''છપાક''ના શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણ આ પ્રકારે રાખે છે પોતાને હાયડ્રેટ

મુંબઇ: બોલીવુડની લીડિંગ લેડી દીપિકા પાદુકોણ હાલમાં દેશની રાજધાનીમાં પોતાની આગામી ફિલ્મ ''છપાક''નું શૂટિંગ કરી રહી છે. દિલ્હીની આગ ઓકતી ગરમીમાં શૂટીંગ કરવામાં અભિનેત્રીને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આગ ઓકતી ગરમીથી બચવા માટે અભિનેત્રી પોતાના ખાણીપીણીનું ધ્યાન રાખે છે અને લૂથી બચવા માટે દિલ્હીની પ્રસિદ્ધ સત્તૂ ડ્રિંકનો સહારો લે છે.

ગરમીના દિવસોમાં પોતાની તરસ છિપાવવા માટે સત્તૂ શરબત એક સારું પીણું છે કારણ કે આ શરીરને વધુ ગરમીથી બચાવે છે અને શરીરના તાપમાનને ખૂબ ઓછું કરી દે છે. અને દીપિકા પાદુકોણ પણ આ પ્રસિદ્ધ ડ્રિંક દ્વારા પોતાને દિલ્હીના તડકાથી બચાવવામાં સફળ રહી છે.

એક એસિડ પીડિતાના પાત્રમાં ઢાળતા દીપિકા પાદુકોણ ફિલ્મમાં માલતીના પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં જ અભિનેત્રીનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો જેને અવિશ્વનીય સમાનતાના કારણે દર્શકો વચ્ચે હલચલ પેદા કરી દીધી છે. માનવીય ભાવનાને પ્રદર્શન કરતાં, દીપિકા પાદુકોણ છપાકમાં જીવનગાથા રજૂ કરશે. અભિનેત્રી ફક્ત ફિલ્મમાં અભિનય કરી રહી છે પરંતુ એક નિર્માતાના રૂપમાં પણ પોતાનું ડેબ્યૂ કરી રહી છે.

એક પછી એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરતાં, દીપિકા પાદુકોણ બોક્સ ઓફિસ પર 100 કરોડ ક્લબની સાથે-સાથે 200 કરોડ ક્લબની પણ ક્વીન છે. દીપિકા પાદુકોણ હાલમાં પોતાનું ધ્યાન હટાવવા માટે ધ માર્વલસ મિસેસ મેસેલ જોઇ રહી છે જો હવે શૂટિંગ બાદ અભિનેત્રી માટે એક દિનચર્યા બની ગઇ છે.

પદ્માવતમાં રાણી પદ્મિનીના સાહસ અને વીરતાને પડદા પર રજૂ કર્યા બાદ, દીપિકા પાદુકોણ હવે માલતીની સાથે બહાદુરી અને માનવીય ભાવનાની વધુ એક કહાની રજૂ કરવા માટે તૈયાર છે. લક્ષ્મી અગ્રવાલના જીવનની અસલી કહાણી રજૂ કરતાં છપાક એક મહિલાની તાકાત અને સત્યનિષ્ઠાની કહાણી છે. આ ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ, દીપિકા પાદુકોણની કેએ એન્ટરટેનમેંટ અને મેઘના ગુલઝાર મૃગ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news