દીપિકાને મળી એસિડ એટેકની ધમકી ! આપનાર છે...

બિગ બોસ 12ની વિનર દીપિકા કક્કડ જીત બાદ એક તરફ જીતની ખુશી મનાવી રહી છે

દીપિકાને મળી એસિડ એટેકની ધમકી ! આપનાર છે...

મુંબઈ : બિગ બોસ 12ની વિનર દીપિકા કક્કડ જીત બાદ એક તરફ જીતની ખુશી મનાવી રહી છે. બીજી તરફ શ્રીસંતની હારથી નારાજ તેના ફેન્સ દીપિકા પર એટેક કરવાની ધમકી આપી રહ્યા છે. દીપિકાના ચાહકોએ આ વાતની જાણકારી મુંબઇ પોલીસને આપી છે. 

બિગ બોસ 12ની વિનર દીપિકા કક્કર પર એસિડ અટેક કરવાની વાત સોશિયલ મીડિયા પર એક યુઝરે કરી. આ યુઝરે પોતાને શ્રીસંતનો ફેન ગણાવ્યો. ટ્વીટમાં દીપિકા સામે ખરાબ ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું કે જો ક્યારેય તુ મને સામે મળી તો તારા પર એસિડ ફેંકીશ. આ ટ્વીટ બાદ દીપિકાના ફેન્સ એલર્ટ થયા છે અને આ વિશે મુંબઇ પોલીસને જાણકારી આપી.

— Dipika Kakar™💫BB12 Winner🏆 (@DipikaKakar_TM) January 4, 2019

ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ-ઈબ્રાહિમે કલર્સ ટીવી ચેનલ પરના રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ સીઝન 12’ની વિજેતા ટ્રોફી જીતી લીધી છે. શોનાં સંચાલક અને બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ગ્રેન્ડ ફિનાલે એપિસોડમાં શોનાં વિનર તરીકે દીપિકાનું નામ જાહેર કર્યું હતું. 105 દિવસ પહેલાં શો શરૂ થયો હતો ત્યારે 20 સ્પર્ધકો હાઉસમાં દાખલ થયાં હતાં. છેલ્લે, બિગ બોસ હાઉસમાં માત્ર બે જ સ્પર્ધક રહ્યાં હતાં, દીપિકા અને એસ. શ્રીસંત. આખરે દીપિકાએ બાજી મારી લીધી હતી. આ શોમાં જીત મેળવ્યા પછી દીપિકાને ટ્રોફી સાથે 30 લાખ રૂપિયા મળ્યા છે. જોકે આ રકમના વપરાશ મામલે મોટું નિવેદન આવ્યું છે. 

સ્પોર્ટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં દીપિકા કક્કડે કહ્યું છે કે તે 30 લાખ રૂપિયાની પ્રાઇઝ મનીથી પોતાની સાસુ માટે નવું ઘર ખરીદશે. ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું છે કે હું શોએબની અમ્મી માટે ઘર લેવા ઇચ્છું છું. મારું સૌથી પહેલું કામ સારા ઘરની શોધ છે. નોંધનીય છે કે દીપિકાના માનેલા ભાઈ શ્રીસંતે બિગ બોસના સભ્યો માટે ન્યૂ યર પાર્ટી રાખી હતી પણ દીપિકા મીડિયા ઇન્ટરવ્યૂમાં વ્યસ્ત હોવાના કારણે ત્યાં જઈ શકી નહોતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news