રાજકોટમાં આવી ચઢેલા સિંહો અને લોકો વચ્ચે સુરક્ષા દીવાલ બનીને ઉભી છે વન વિભાગની 3 મહિલા અધિકારી

રાજકોટમાં આવી ચઢેલા સિંહો અને લોકો વચ્ચે સુરક્ષા દીવાલ બનીને ઉભી છે વન વિભાગની 3 મહિલા અધિકારી
  • ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશીના કામ અને સૂઝબૂઝની વાત જાણવા જેવી છે
  • આરએફઓ વિલાસબેન અંટાળા કોટડાસાંગાણીમાં સિંહના ગ્રુપને ટ્રેક કરી રહ્યાં છે
  • ભાયાસરમાં જે 3 સિંહ છે તેની જવાબદારી રાજકોટ દક્ષિણ આરએફઓ હંસાબેન મોકરિયા પાસે છે

નરેશ ભાલિયા/જેતપુર :રાજકોટ જિલ્લાના થાણા ગલોલ, અમરાપર, સહિતના પંથકમાં છેલ્લા ઘણા સમયથી વનરાજાઓ જંગલ છોડીને આંતક મચાવી રહ્યા છે. હાલમાં ખેડૂતો રવિપાકના વાવેતર કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામાને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેતપુરનો ગ્રામ્ય વિસ્તારમાં જાણે કે વનરાજોનું ઘર બની ગયું હોય તેવું લાગે છે કારણે કે છેલ્લા ઘણા સમય થી 10 જેટલા સિંહના ધામા જોવા મળી રહ્યા છે ત્યારે આરબટીંબડી ગામે ગૌશાળામાં સિંહોએ ત્રાટકીને 10 જેટલી ગાયોનું મારણ કર્યું હતું. ત્યારે સિંહોના આતંક વચ્ચે મહિલા શક્તિની મિસાલ સામે આવી છે. સિંહ સામે બાથ ભીડનારી ચારણ કન્યા વિશે તો આપણે સાંભળ્યુઁ છે, પરંતુ સાવજોથી ગામ લોકોને રક્ષણ આપતી મહિલા શક્તિ વિશે જાણીએ. 

આ પણ વાંચો : ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર દીકરીના અંગોનુ માતાપિતાએ દાન કર્યું, વડોદરા પોલીસે મોટી જવાબદારી નિભાવી

ગામલોકોને સાવજથી રક્ષણ અપાવવા વન વિભાગની ત્રણ મહિલા અધિકારીએ કમર કસી છે. હંસાબેન મોકરિયા, તૃપ્તિબેન જોશી અને વિલાસબેન અંટાળા. સાવજ લોકોથી દૂર રહે અને સિંહને પણ ઊની આંચ ન આવે એ માટે રાત-દિવસ મહેનત કરી દેખરેખ રાખી રહ્યાં છે. તૃપ્તિ જોશી જેતપુરના વન વિસ્તરણ વિભાગમાં ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરે છે. ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશીના કામ અને સૂઝબૂઝની વાત જાણવા જેવી છે. તેઓ જ્યાંના ઇન્ચાર્જ છે એ વિસ્તારમાં થોડા સમયથી સિંહોના આંટાફેરા વધી ગયા છે. ગીરનું જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં આવી રહેલા આ સિંહો હાલ જેતપુરના આરબટીંબડી, પીપળવા ગામોની સીમમાં આવી પહોચ્યાં છે. બે દિવસ પહેલા આ સિંહોએ આરબ ટીંબડીની પુરષોતમ ગૌ શાળાની દીવાલ કૂદીને અંદર જઈને 10 ગાયનું મારણ કર્યું હતું. તેમજ આસપાસના રહેણાંક વિસ્તાર અને ગામની સીમમાં ધામા નાંખ્યા છે. સિંહો ગામ અને સીમની વચ્ચે સિંહ આવી જતા લોકોમાં કુતુહુલ અને ભયનો માહોલ છવાઈ ગયો છે. સિંહને જોવા લોકોના ટોળા વળગવા લાગ્યા હતા. સાથે આરબટીંબડી ગામની બહાર આવેલ પુરષોતમ ગૌશાળામાં રહેલ ગાયો ઉપર સિંહોની નજર હતી. આ તમામ પરિસ્થિતિને લઈને તૃપ્તિબેન જોશી સામે એક પડકાર જેવી સ્થતિ હતી કે, આ પરિસ્થિતિમાં તેમણે લોકોને કાબૂમાં રાખીને સિંહોને રંજાડ ના થાય તેવી ગોઠવણ કરી. સિંહોને પણ લોકોથી સુરક્ષિત રાખવાના હતા. આ સ્થિતિમાં તેમણે લોકોને સમજાવ્યા અને સિંહોથી દૂર રાખ્યા. સાથે જ સિંહોને બને તેટલા જલ્દીથી ગીરના જંગલ તરફ વાળવાનો પ્રયાસ શરૂ કર્યો. તેમાં તેઓ સફળ પણ થયા હતા. 

jetpur_forest_officer_zee2.jpg

(હંસાબેન મોકરિયા અને તૃપ્તિબેન જોશી)

આ પણ વાંચો : થરાદમાં ડાયરો યોજનાર ધનજીએ કહ્યું, ‘મેં તો લોકોને માસ્ક આપ્યા હતા, પણ તેઓએ ન પહેર્યાં’

તો આરએફઓ વિલાસબેન અંટાળા કોટડાસાંગાણીમાં સિંહના ગ્રુપને ટ્રેક કરી રહ્યાં છે અને અલગ અલગ સીમમાં મારણ થાય ત્યારે પહોંચી જાય છે. ભાયાસરમાં જે 3 સિંહ છે તેની જવાબદારી રાજકોટ દક્ષિણ આરએફઓ હંસાબેન મોકરિયા પાસે છે. તેઓ છેલ્લા 25 દિવસથી સિંહની પાછળ પાછળ છે અને દિવસ-રાત ઉજાગરા કરી રહ્યા છે. 

વાત કરીએ જેતપુર પંથકની તો જેતપુરના આરબટીંબડી, ખારચિયા, થાણા ગલોલ, અમરાપર સહિત ગામ તેમજ આજુબાજુના ગામોમાં છેલ્લા ઘણા સમયથી 10 જેટલા સિંહોનું ટોળુ ચઢી આવ્યું છે. સિંહોના ટોળાના વારંવારના મારણને લઈને વાડી-ખેતરે જતાં ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news