ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર દીકરીના અંગોનુ માતાપિતાએ દાન કર્યું, વડોદરા પોલીસે મોટી જવાબદારી નિભાવી
Trending Photos
- બ્રેન ડેડ નંદિનીનું હાર્ટ દિલ્હી, લંગ્સ મુંબઇમાં અને કિડની, આંખો અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા
- બ્રેન ડેડ દીકરીથી અન્યને નવું જીવનદાન મળે તે માટે ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો
રવિ અગ્રવાલ/વડોદરા :ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરીએ કોઈક કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. ત્યારે દીકરી ગુમાવી ચૂકેલા માતાપિતાએ ભગ્ન હૃદયે એવો નિર્ણય લીધો કે અન્ય લોકોને પણ જીવન મળી શકે. દીકરી બ્રેન ડેડ થતાં પરિવારે અન્ય લોકોને જીવનદાન મળે તે માટે ઓર્ગન ડોનેટ (organ donation) કરવાનો નિર્ણય લીધો. ઓર્ગનને વડોદરા પોલીસે ગ્રીન કોરિડોર (green corridor) દ્વારા હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોંચાડીને મોટી જવાબદારી નિભાવી હતી.
હાલોલમાં રહેતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી 17 વર્ષની નંદિની શાહે કોઈક કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવાર નંદનીને સારવાર માટે વડોદરાની સવિતા હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં તબીબે નંદિની બ્રેન ડેડ હોવાની માહિતી પરિવારને આપી હતી. જેથી પરિવારે નંદિનીના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો. હોસ્પિટલના સત્તાધીશોએ ઓર્ગનને વહેલીતકે ટ્રાન્સફર કરવાના હોવાથી વડોદરા પોલીસની મદદ લીધી. વડોદરા પોલીસે હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી ઓર્ગન ટ્રાન્સફર કરાવ્યા. વડોદરા એરપોર્ટથી બે સ્પેશિયલ ચાર્ટર પ્લેન મારફતે ઓર્ગન અલગ અલગ જગ્યાએ મોકલાયા.
આ પણ વાંચો : થરાદમાં ડાયરો યોજનાર ધનજીએ કહ્યું, ‘મેં તો લોકોને માસ્ક આપ્યા હતા, પણ તેઓએ ન પહેર્યાં’
સવિતા હોસ્પિટલના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડો. મિતેષ શાહે કહ્યું કે, બ્રેન ડેડ નંદિનીનું હાર્ટ દિલ્હી, લંગ્સ મુંબઇમાં અને કિડની, આંખો અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. દિલ્હીની એઈમ્સ, બોમ્બેની ફોર્ટિસ અને અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં મોકલાઈ છે. ઓર્ગનથી અન્ય દર્દીમાં સર્જરી કરી નવું જીવનદાન આપવામાં આવશે.
નંદિનીની માતાએ કહ્યું કે, તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે, તેમની દીકરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નંદિની ધોરણ 12ની પરીક્ષાને લઈ ચિંતિત રહેતી હતી. બ્રેન ડેડ દીકરીથી અન્યને નવું જીવનદાન મળે તે માટે ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો.
જ્યારે વડોદરા એડિશનલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયાએ કહ્યું કે, તબીબ દ્વારા મદદ માંગવામાં આવતા વડોદરા પોલીસે તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવ્યો. જ્યાં હોસ્પિટલથી એરપોર્ટ સુધી એક તરફનો માર્ગ બંધ કરી પોલીસ પેટ્રોલિંગ સાથે ઓર્ગનને સફળતાપૂર્વક ટ્રાન્સફર કરવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે