કૃષિ બિલોના વિરોધ પર બોલ્યા પીએમ મોદી- વિરોધી કરે સ્વાર્થની રાજનીતિ, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે


પ્રધાનમંત્રી મોદીએ શનિવારે એક રેલીને સંબોધિત કરતા કૃષિ અધ્યાદેશોને ઐતિહાસિક ગણાવ્યા છે. તેમણે આ દરમિયાન બિલનો વિરોધ કરનાર પર નિશાન સાધ્યું હતું. 

કૃષિ બિલોના વિરોધ પર બોલ્યા પીએમ મોદી- વિરોધી કરે સ્વાર્થની રાજનીતિ, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે

કુલ્લૂઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કૃષિ સુધાર કાયદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ કાયદો દરેક પ્રકારથી કિસાનોને લાભ પહોંચાડનાર અને વચેટિયા તથા દલાલોના તંત્ર પર પ્રહાર કરનારો છે. કૃષિ સુધારાનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષો પર નિશાન સાધતા પ્રધાનમત્રીએ કહ્યું કે, પાછલી શતાબ્દીના નિયમો અને કાયદાઓથી આગામી સદી સુધી ન પહોંચી શકાય. 

મોદીએ કહ્યુ, 'તેથી સમાજ અને વ્યવસ્થાઓમાં ફેરફારના વિરોધી જેટલી પણ પોતાના સ્વાર્થની રાજનીતિ કરે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે સુધારાનો સિલસિલો સતત યથાવત રહેશે. હિમાચલ પ્રદેશના કુલ્લૂ સ્થિત સોલંગ ઘાટીમાં એક જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ આ વાત કહી હતી. આ પહેલા તેમણે અટલ સુરંગનું ઉદ્ઘાટન કર્યું અને લાહૌલના સિસ્સૂ ગામમાં એક જનસભાને સંબોધિત કરી હતી.'

હાથરસ કેસઃ માયાવતીએ કરી CBI તપાસની માગ, રાષ્ટ્રપતિને કરી અપીલ  

સોલંગ ઘાટીના લોકોને સંબોધિત કરી રહેલા પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓથી લોકોને થઈ રહેલા ફાયદા ગણાવતા કહ્યું કે, તેમની સરકારના પ્રયાસથી સામાન્ય લોકોની મુશ્કેલી કઈ રીહે ઓછી થાય અને તેમને તેમના લાભ કઈ રીતે મળે? તેમણે કહ્યું, આવા અનેક સુધારાથી લોકોનો સમય અને પૈસા બંન્ને બચી રહ્યાં છે અને ભ્રષ્ટાચારના રસ્તા બંધ થઈ રહ્યાં છે. દેશમાં આજે જે સુધાર કરવામાં આવી રહ્યાં છે, તેનાથી એવા લોકો પરેશાન છે, જેણે હંમેશા રાજકીય હિતો માટે કામ કર્યું છે. 

દેશ રોકાવાનો નથીઃ મોદી
પીએમે કહ્યું કે, સુધારા અને અર્થવ્યવસ્થામાં ફેરફારના વિરોધી પોતાના સ્વાર્થની જેટલી રાજનીતિ કરવી હોય કરી લે, આ દેશ રોકાવાનો નથી. મોદીએ કહ્યું, કૃષિ સુધાર કાયદાનો વિરોધ કરનાર કહે છે કે યથાસ્થિતિ બનાવી રાખો. સદી બદલી ગઈ પરંતુ તેમના વિચારોમાં ફેરફાર ન થયો. હવે સદી બદલાઇ તો વિચારો પણ બદલવા પડશે. પાછલી સદીમાં જીવવું હોય તેને જીવવા દો, પરંતુ દેશ આજે પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. 

વિપક્ષ પર નિશાન
મોદીએ કહ્યું, આજે જ્યારે આ સુધારાથી વચેટિયાઓ અને દલાલોના તંત્ર પર પ્રહાર થઈ રહ્યો છે. વચેટિયાઓને પ્રોત્સાહન આપનારે દેશની સ્થિતિ શું કરી દીધી, તે લોકો જાણે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ તે સુધાર છે જેને કોંગ્રેસે વિચાર્યાં હતા પરંતુ તેને લાગૂ કરવાની રાજકીય ઈચ્છાશક્તિ નહતી. તેમણે કહ્યું, તેનામાં હિંમતની કમી હતી, અમારી અંદર હિંમત છે. તેની માટે ચૂંટણી સામે છે, અમારા માટે દેશનો વિકાસ સામે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news