નવી દિલ્હી: નવા વર્ષના અવસરે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના ગ્રાહકો માટે ખાસ ભેટ મળી છે. કંપનીએ હાલમાં જ 365 રૂપિયાવાળો  પ્રીપેડ રિચાર્જ પ્લાન રજુ  કર્યો હતો. જેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. 


LPG Price Update: નવા વર્ષનું સ્વાગત કરો મોંઘવારીથી, રાંધણ ગેસના ભાવમાં મસમોટો વધારો, જાણો નવા રેટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળશે ફ્રી કોલિંગની સુવિધા
BSNL ના 365 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ  પ્લાનમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. જો કે તે હેઠળ તમે રોજ 250 મિનિટ સુધી જ ફ્રી કોલિંગ  કરી શકશો. 


રોજનો 2 GB ડેટા અને 100 મેસેજ
365 રૂપિયાના પ્લાનમાં ફ્રી કોલિંગ ઉપરાંત રોજનો 2 જીબી ડેટા પણ મળશે. આ સાથે જ 100 SMS પણ ફ્રી મળશે. 


FASTag ના નિયમ આજથી જ લાગુ, સરકારે કરી સ્પષ્ટતા, પરંતુ સાથે સાથે આપી આ મોટી રાહત


આ પ્લાનમાં છે આ મોટી ખામી
BSNLના 365 રૂપિયાવાળા  પ્રીપેડ રિચાર્જ પ્લાનની વેલિડિટી તો એક વર્ષ માટે છે પરંતુ તમામ ફ્રી બેનિફિટ માત્ર 60 દિવસ માટે જ મળશે. 60 દિવસ બાદ તમારે વોઈસ અને ડેટા વાઉચરની જરૂર પડશે. 


આખુ વર્ષ રહેશે ઈનકમિંગ
365 રૂપિયાવાળા આ પ્લાનથી  રિચાર્જ કર્યા બાદ તમારા નંબર પર એક વર્ષ સુધી ઈનકમિંગની સુવિધા મળશે. 


આ રાજ્યો માટે પ્લાન
આ પ્લાન આંધ્ર પ્રદેશ, બિહાર-ઝારખંડ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, કોલકાતા-પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ માટે ઉપલબ્ધ છે. જો કે રિચાર્જ કરતા પહેલા એકવાર જરૂર ચેક કરી લો કે આ પ્લાન તમારા સર્કલમાં ઉપલબ્ધ છે કે નહીં. 


Yearly Horoscope 2021: કઈ રાશિના જાતકો માટે નવું વર્ષ લાભકારી રહેશે અને કોણે રહેવું પડશે સાવધ તે ખાસ જાણો


1 વર્ષ ફ્રી કોલિંગવાળો પ્લાન
BSNLના ગ્રાહકો માટે એક વર્ષ સુધી ફ્રી કોલિંગવાળો રિચાર્જ પ્લાન પણ ઉપલબ્ધ છે. યૂઝર 1999 રૂપિયાથી રિચાર્જ કરીને એક વર્ષ માટે ફ્રી કોલિંગ ઉપરાંત દરરોજ 3 જીબીડેટા અને 100 એસએમએસનો લાભ લઈ શકે છે. બીએસએનએલના આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસની રહેશે અને તેની સાથે એક વર્ષ માટે Eros Nowની મેમ્બરશીપ પણ મળે છે. આ ઉપરાંત આ રિચાર્જની સાથે 60 દિવસ માટે લોકધુન મેમ્બરશીપ  પણ મળશે. 


એરટેલનો 1 વર્ષનો પ્લાન
બીએસએનએલ ઉપરાંત એરટેલના ગ્રાહકોને પણ એક વર્ષવાળો રિચાર્જ પ્લાન સુવિધા મળે છે. એક વર્ષની વેલિડિટી માટે એરટેલ યૂઝર્સ 1498 રૂપિયા અને 2498 રૂપિયાથી રિચાર્જ કરાવી શકે છે. 1498ના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ઉપરાંત વર્ષભર માટે 3600 અને કુલ 24 જીબી ડેટા મળે છે. જ્યારે 2498 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ઉપરાંત રોજનો 2 જીબી ડેટા અને 100 એસએમએસ મળે છે. 


VI નો એક વર્ષવાળો પ્લાન
વીઆઈ(વોડાફોન-આઈડિયા)ના ગ્રાહકોને પણ એક વર્ષની વેલિડિટીવાળો રિચાર્જ પ્લાન મળે છે. આ માટે તેમને 1499 રૂપિયા, 2399 રૂપિયા અને 2595 રૂપિયાના ત્રણ ઓપ્શન મળે છે. ત્રણેય રિચાર્જ એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. અને તેમા અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. 1499ના રિચાર્જમાં એક વર્ષ માટે  કુલ 3600 એસએમએસ અને કુલ 24 જીબી ડેટા મળે છે. જ્યારે 2399 રૂપિયાવાળા પ્લાનમાં રોજનો 1.5 જીબી ડેટા અને 2595વાળા પ્લાનમાં રોજનો 2 જીબી ડેટા મળે છે. આ બંને પ્લાનમાં રોજના 100 SMS પણ મળે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube