FASTag ના નિયમ આજથી જ લાગુ, સરકારે કરી સ્પષ્ટતા, પરંતુ સાથે સાથે આપી આ મોટી રાહત


FASTag પર સરકારે ખુબ જ મહત્વની સ્પષ્ટતા કરી છે. જો તમને ખબર નહીં હોય તો દંડાઈ જશો. જો કે સાથે સાથે આ એક રાહત પણ આપી છે. 

FASTag Update: ગાડીઓમાં FASTag લગાવવું આજે એટલે કે 1 જાન્યુઆરી 2021થી જ અનિવાર્ય છે. રોડ અને પરિવહન મંત્રાલયે આ અંગે મોટી સ્પષ્ટતા કરી અને કહ્યું કે કેટેગરી 'M' અને 'N' ની ગાડીઓ જે 1 ડિસેમ્બર 2017 અગાઉ ખરીદવામાં આવી છે તેમના માટે 1 જાન્યુઆરીથી જ FASTag જરૂરી છે. 1 ડિસેમ્બર 2017 બાદ બનેલી ગાડીઓમાં FASTag પહેલેથી લાગેલું જ હોય છે. 

1 જાન્યુઆરીથી જ લાગુ છે FASTag ના નિયમ

1/11
image

કેટેગરી 'M' નો અર્થ છે એવી ગાડીઓ જેમાં ઓછામાં ઓછા ચાર પૈડા હોય અને ફક્ત મુસાફર ગાડીઓ હોય. કેટેગરી N નો અર્થ એ છે કે એવી ગાડીઓ કે જેમાં ઓછામાં ઓછા ચાર પૈડા હોય અને મુસાફરોની સાથે સાથે સામાન પણ  લઈ જતી હોય. મંત્રાલય તરપથી બહાર પાડવામાં આવેલા એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ (Central Motor Vehicle) અગાઉ નિર્ધારિત મુજબ જ લાગુ થશે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે તેઓ 1 જાન્યુઆરી 2021થી 100 ટકા ઈ ટોલિંગ કલેક્શન લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. 

હાઈબ્રિડ લેનમાં કેશ પેમેન્ટ 15 ફેબ્રુઆરી સુધી થઈ શકશે

2/11
image

જો કે લોકોને પરેશાની ન થાય તે માટે નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર હાઈબ્રિડ લેન (hybrid lanes)માં ટોલની ચૂકવણી FASTag ની સાથે સાથે કેશમાં પણ થઈ શકશે. આ રાહત 15 ફેબ્રુઆરી 2021 સુધી આપવામાં આવી છે. બાકી FASTag લેનમાં ફક્ત FASTag પેમેન્ટ દ્વારા જ ટોલ ચૂકવવામાં આવી શકશે. 

આજથી FASTag લેનમાં કેશથી પેમેન્ટ નહીં

3/11
image

NHAI એ અગાઉ જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી 2021થી દેશના તમામ NHAI ટોલ પ્લાઝા કેશની જગ્યાએ FASTag લેનમાં ફેરવાઈ જશે. જો કોઈ પણ FASTag વગર ટોલ પ્લાઝા પહોંચ્યું તો તેણે બમણો ટોલ ભરવો પડશે. પરંતુ હવે લોકોને થોડી રાહત જરૂર મળશે. NHAI નું કહેવું છે કે FASTag દ્વારા ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન 80 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જેમાં પ્રતિ દિન 50 લાખ ટ્રાન્ઝેક્શન થાય છે. અત્યાર સુધીમાં 2.20 કરોડ FASTag આપવામાં આવ્યા છે. 

શું હોય છે આ ફાસ્ટેગ?

4/11
image

વાહનોની નોન-સ્ટોપ આવન-જાવન માટેનું દેશવ્યાપી ટુલને ફાસ્ટેગ કહેવાય છે.વન નેશન વન ટોલનું ફાસ્ટેગ ઉત્તમ ઉદાહરણ છે.જેમાં રડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.ફાસ્ટેગની મદદથી લાઈનમા ઉભા રહ્યા વગર જ ટોલ ટેક્સની ચુકવણી થશે.વાહન ઉભું રાખ્યા વગર ટોલ નાકા પર ટેક્સના રૂપિયા સીધા જ પ્રિ-પેઈડ એકાન્ટમાંથી કપાઈ જશે.ફાસ્ટેગ વાહનની વીન્ડસ્ક્રીન પર લગાવાશે.જેથી ફાસ્ટેગની અને ટોલપ્લાઝના સેન્સરની ફ્રીકવન્સી મેચ થશે.જેથી પુરપાટ જતા વાહનના પણ ફાસ્ટટેગ સ્કેન થઈ ટેક્સ કપાઈ જશે.

બે પ્રકારના હોય છે FASTag

5/11
image

FASTag બે પ્રકારના હોય છે. એક હોય છે NHAI વાળો ટેગ અને બીજો હોય છે જે બેંક પાસેથી લેવામાં આવ્યો હોય. 1 ડિસેમ્બર 2017 બાદ જે પણ ગાડીઓ ખરીદવામાં આવી હોય તેમાં  FASTag પહેલેથી ફીટ થઈને આવે છે. જો તમે તે પહેલા કાર ખરીદી હોય તો તમારે  FASTag અલગથી ખરીદવું પડશે. 

ફાસ્ટેગ લેવા માટે ક્યાં દસ્તાવેજ જોઈએ?

6/11
image

ફાસ્ટેગ માટે વાહન મુજબ જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવી પડે છે.જેમાં વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે RC બુક જોઈએ.વાહનના માલિકના પાસપોર્ટ સાઈઝના ફોટા અને વાહનની કેટેગરી મુજબ માલિકના KYC ડોક્યુમેન્ટ જોઈએ.આઈકાર્ડ અને સરનામાનો પુરાવો પણ ફરજિયાત આપવું પડે છે.જેમાં ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ સહિતના ફોટો આઈકાર્ડ ચાલશે.

ફાસ્ટેગના દર અને વેલિડિટી કેટલી હોય છે?

7/11
image

ફાસ્ટેગ મેળવવા માટે એકવાર 200 રૂપિયા ચૂકવવા પડશે.વાહનના આધારે ફાસ્ટેગ માટે રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી થાય છે.સાથે જ એક વાર ફાસ્ટેગ લીધા બાદ તે 5 વર્ષ સુધી માન્ય ગણાશે.એક વાર ફાસ્ટેગ ખરીદ્યા બાદ ફક્ત તેને રિચાર્જ કરાવવાની જરૂર પડશે.જો રિચાર્જ ન કરવું હોય તો ટોપ-અપ પણ કરાવી શકાશે

NHAI ની My FASTag App

8/11
image

આ એપ દ્વારા તમે તમારી ગાડી માટે FASTag ખરીદી શકો છો. આ માટે તમારે  કોઈ KYC ની જરૂર પડશે નહીં. NHAI એ હાલમાં જ તેમાં 'Check balance status' નું નવું ફીચર નાખ્યું છે. 'My FASTag App' એક બેન્ક ન્યૂટ્રલ એપ છે. એટલે કે તેનું કોઈ સરકાર કે ખાનગી બેન્ક સાથે લિંક નથી. તમે તેને UPI કે નેટ બેન્કિંગ દ્વારા રિચાર્જ કરાવી  શકો છો.   

બેન્કો ના FASTags

9/11
image

તમે FASTags ને બેન્કો પાસથી પણ ખરીદીને તમારી  કારમાં ચીપકાવી શકો છો અને રિચાર્જ કરાવી શકો છો. 22 બેન્કોને આ કામ માટે જોડવામાં આવી છે. ICICI બેન્ક FASTags માટે Google Pay સાથે કરાર કર્યો છે. એટલે કે જો તમારી પાસે ગૂગલ પે હશે તો તમે ICICI BANK દ્વારા ફાસ્ટટેગ (FASTag) ખરીદી શકો છો અને રિચાર્જ પણ કરી શકો છો. આ માટે  તમારે બેન્ક જવાની કે ટોલ પ્લાઝા જવાની જરૂર નહીં રહે. 

આ બેન્કો પણ આપે છે FASTag સેવાઓ

10/11
image

આ ઉપરાંત અનેક બેન્કો જેમ કે Axis Bank, IDFC Bank, SBI, HDFC Bank, Karur Vysya Bank, EQUITAS Small Finance Bank, Kotak Mahindra Bank, Punjab National Bank, Bank of Baroda, Induslnd Bank, Yes Bank, પાસેથી પણ FASTags ખરીદી શકાય છે. 

ઈ-કોમર્સ વેબસાઈટ પાસેથી પણ ખરીદી શકાય છે FASTag

11/11
image

બેન્કો ઉપરાંત તમે FASTag ઈ કોમર્સ વેબસાઈટ દ્વારા પણ ઓનલાઈન ખરીદી શકો છો. અમેઝોન અને પેટીએમ પણ FASTag સેવાઓ આપે છે. અહીં પણ સર્વિસિઝ બેન્ક ન્યૂટ્રલ છે અને KYC ની જરૂર પડતી નથી. તમે UPI દ્વારા આરામથી  રિચાર્જ કરાવી શકો છો.