LPG Price Update: નવા વર્ષનું સ્વાગત કરો મોંઘવારીથી, રાંધણ ગેસના ભાવમાં મસમોટો વધારો, જાણો નવા રેટ
નવા વર્ષની શરૂઆત મોંઘવારીથી થઈ છે. IOCL દર મહિને LPG ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને નવા રેટની જાહેરાત કરે છે. IOC એ રસોડામાં ઉપયોગમાં લેવાતા સબસિડી વગરના (Non-subsidised) 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ 19 કિલોગ્રામવાળા સિલ્ન્ડરના ભાવ વધાર્યા છે.
LPG Price Update: નવા વર્ષની શરૂઆત મોંઘવારીથી થઈ છે. IOCL દર મહિને LPG ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને નવા રેટની જાહેરાત કરે છે. IOC એ રસોડામાં ઉપયોગમાં લેવાતા સબસિડી વગરના (Non-subsidised) 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ 19 કિલોગ્રામવાળા સિલ્ન્ડરના ભાવ વધાર્યા છે.
14.2 કિલો LPG સિલિન્ડરના નથી વધ્યા ભાવ
IOC ની વેબસાઈટ પર હાલ દિલ્હીમાં 14.2 કિગ્રાવાળા સબસિડી વગરના LPG સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા જ છે. કોલકાતામાં તેનો ભાવ 720.50 રૂપિયા, મુંબઈમાં 694 રૂપિયા અને ચેન્નાઈમાં 710 રૂપિયા છે. આ અગાઉ ડિસેમ્બરમાં IOC એ LPGના ભાવમાં બે વાર વધારો કર્યો હતો. જેનાથી ભાવનમાં 100 રૂપિયાનો વધારો થયો હતો. 3 ડિસેમ્બરના રોજ 50 રૂપિયાનો વધારો થયો હતો અને ત્યારબાદ 15 ડિસેમ્બરે પણ 50 રૂપિયા વધ્યા હતા. ડિસેમ્બરમાં આ વધારો સબસિડી વગરના 14.2 કિલો ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર થયો હતો.
19 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરના ભાવ વધ્યા
ભલે 14.2 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરના ભાવ નથી વધ્યા પરંતુ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે. IOCની વેબસાઈટ મુજબ દિલ્હીમાં 19 કિલોના LPG સિલિન્ડરના નવા રેટ 1349 રૂપિયા થઈ ગયા. જે અગાઉ 1332 રૂપિયા હતા. તેનો અર્થ એ થયો કે દિલ્હીમાં આ સિલિન્ડર માટે હવે 17 રૂપિયા વધુ ચૂકવવા પડશે. અન્ય મેટ્રો શહેરોમાં જોઈએ તો કોલકાતામાં તેના ભાવ 22.50 રૂપિયા વધીને 1387.50થી 1410 રૂપિયા થયો છે. મુંબઈમાં 17 રૂપિયા ભાવ વધારા સાથે 1280.50 રૂપિયાથી વધીને 1297.50 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં તેના ભાવ 16.50 રૂપિયા વધ્યા છે. અને તે 1446.50થી વધીને 1463.50 રૂપિયા થઈ ગયો છે.
સરકાર આપે છે ગેસ સિલિન્ડર પર સબસિડી
તમને ખબર હોવી જોઈએ કે સરકાર વર્ષમાં 14.2 કિલોવાળા 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. તેનાથી વધુ સિલિન્ડર તમારે બજાર ભાવે ખરીદવો પડે છે. ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને ઓઈલ કંપનીઓ નક્કી કરે છે.
આ રીતે ચેક કરી શકો છો એલપીજીના ભાવ
રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા રેટ બહાર પાડે છે. https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરી શકો છો. .
Trending Photos