નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman)  એ સોમવારે બજેટ પર પત્રકાર પરિષદ યોજી હતી. નિર્મલા સીતારમને કહ્યુ કે, બજેટમાં અમારૂ મુખ્ય ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સેક્ટરને લઈને રહ્યું. આ વખતે બજેટ (Budget 2021) માં 37 ટકાનો વધારો થયો છે. નિર્મલા સીતારમને કહ્યું કે, જે કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે, તેનાથી સામાન્ય લોકો પર ઓછો ભાર પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્મલા સીતારમને (Nirmala Sitharaman) કહ્યું કે, કોરોના કાળમાં સરકારનું ધ્યાન માત્ર ખર્ચ કરવા પર રહ્યું. સામાન્ય લોકોને વધુમાં વધુ મદદ પહોંચાડવામાં આવી. આ કારણ છે કે આ વખતે રાજકોષીય ખાધ એટલી વધુ વધી ગઈ છે. 


નાણામંત્રી સીતારમને પત્રકાર પરિષદમાં રાજકોષીય ખાધ પર કહ્યું કે, સરકાર તરફથી સતત એવા પગલા ભરવામાં આવી રહ્યાં છે, જેથી તેની ભરપાઈ સતત કરવામાં આવે. નિર્મલાએ કહ્યું કે, સરકાર ખર્ચ પર ધ્યાન આપી રહી છે, તેની સ્પષ્ટ અસર રોજગાર વધવા પર થશે. 


આ પણ વાંચોઃ Union Budget 2021-22: બજેટ સાથે જોડાયેલી 15 મોટી જાહેરાત, જે તમારે પણ જાણવી જરૂરી છે


નાણામંત્રીએ કહ્યું કે, કસ્ટમ ડ્યૂટી ઘણી વસ્તુ પર વધારવામાં આવી છે, પરંતુ જે સેસ લગાવવામાં આવ્યો છે તેની અસર સામાન્ય લોકો પર પડશે નહીં. નિર્મલા સીતારમને કહ્યું કે, કારોબાર વધારવા માટે, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું પણ કામ કરવામાં આવ્યું છે. તેવામાં સામાન્ય લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી તેનો ફાયદો જ થશે. 


પત્રકાર પરિષદમાં પ્રવાસી મજૂરને લઈને બનનાર પોર્ટલ પર જણાવવામાં આવ્યું કે કોરોના કાળમાં જે રીતે મુશ્કેલી થી, તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મજૂરોને મળનારી સુવિધા અને તેમને થતી સમસ્યાને અહીં દૂર કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Budget 2021: રેલવે બજેટ માટે 1,10,055 કરોડની જોગવાઈ, રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત


નિર્મલા સીતારમને પોતાની પત્રકાર પરિષદમાં રક્ષા ક્ષેત્રને વધુ બજેટ આપવામાં આવ્યું છે, કારણ કે સમય-સમય પર ઇમરજન્સી રીતે પણ રક્ષા મંત્રાલયને બજેટ આપવામાં આવી રહ્યું છે. કિસાનોના મુદ્દા પર નાણામંત્રીએ કહ્યું કે, કિસાનોની સાથે દરેક મોર્ચા પર ચર્ચા કરવા તૈયાર છીએ. જે કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે, તે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube