નવી દિલ્હી: લોકડાઉન (lockdown)માં લાગુ મોરેટોરિયમ(moratorium) દરમિયાન જે કરજદારોએ પોતાની લોનના EMI સમયસર ચૂકવ્યા હશે તેમને સરકારે કેશબેક આપવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી વ્યાજ પર વ્યાજમાફી યોજનાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. આ નોટિફિકેશન મુજબ કેન્દ્ર કરકાર પોતે મોરેટોરિયમ મર્યાદા સમયના વ્યાજ પર વ્યાજને ભોગવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 નવેમ્બર સુધીમાં ખાતામાં આવી જશે કેશબેકની રકમ
નોટિફિકેશન મુજબ તમામ બેંક અને  NBFCs આ રકમ કરજદારોના ખાતામાં 5 નવેમ્બર સુધીમાં ટ્રાન્સફર કરી દેશે. આ ફાયદો એ કરજદારોને મળશે જેમણે નાણાકીય સંસ્થાઓ પાસેથી બે કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે. આ સ્કીમનો  ફાયદો 8 સેક્ટરમાં મળશે જેમાં હોમ લોન, એજ્યુકેશન લોન, MSME લોન, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ લોન, પર્સનલ લોન, પ્રોફેશનલ લોન, ઓટો લોન અને ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી સામેલ છે. 


Royal Enfield ના ચાહકો માટે ખુશખબર, જલદી બજારમાં લોન્ચ થશે નવું મોડલ Meteor 350


દરેક કરજદારને મળશે કેશબેકનો ફાયદો
સરકારે જણાવ્યું છે કે જો કોઈ કરજદારે મોરેટોરિયમનો ફાયદો નથી ઉઠાવ્યો અને પોતાની તમામ હપ્તાની ચૂકવણી સમયસર કરી હશે તો તેમને કેશબેક મળશે. આ સ્કીમ હેઠળ કરજદારોને 6 મહિના (1 માર્ચથી લઈને 31 ઓગસ્ટ)ના સિમ્પલ અને કમ્પાઉન્ડ ઈન્ટ્રેસ્ટમાં અંતરનો ફાયદો મળશે. 


મોરેટોરિયમ નહીં લેનારા લોકોની EMIમાંથી વ્યાજની રકમ ઘટાડી દેવામાં આવશે. જેનાથી EMI પણ ઘટી જશે. આ કેશબેકની રકમ દરેક કરજદારને મળશે પછી ભલે તેણે મોરેટોરિયમનો ફાયદો આશિક રીતે ઉઠાવ્યો છે, કે પૂરી રીતે ઉઠાવ્યો છે અથવા તો ઉઠાવ્યો નથી. 


બિરલા પરિવાર સાથે વિદેશમાં દુર્વ્યવહાર, અનન્યાએ ટ્વીટ કરીને કહ્યું- 'અમને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢી મૂક્યા'


29 ફેબ્રુઆરી સુધી લોન NPA ન હોવી જોઈએ
14 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે સામાન્ય લોકોની દિવાળી હવે તમારા હાથમાં છે. મંત્રાલયના દિશાનિર્દેશ મુજબ જે કરજદારોના લોન એકાઉન્ટની મંજૂરી મર્યાદા અથવા કુલ બાકી રકમ 29 ફેબ્રુઆરી સુધીમાં બે કરોડ રૂપિયાથી વધુ ન હોય, તે તમામ કરજદારો યોજનાનો ફાયદો ઉઠાવી શકશે. 


બીજી શરત એ છે કે 29 ફેબ્રુઆરીના સુધીમાં આ ખાતાના સ્ટાન્ડર્ડ હોવા જરૂરી છે. સ્ટાન્ડર્ડ ખાતા એ ખાતાને કહેવાય છે જેમને NPA જાહેર કરવામાં આવ્યા નથી. તેનો અર્થ એ છે કે જો તે ખાતા NPA જાહેર થઈ ગયા હશે તો વ્યાજ પર વ્યાજ માફીનો ફાયદો મળશે નહીં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube