નવી દિલ્હી: દર મહિને વિજળીનું બિલ આટલું કેમ આવે છે? આ યક્ષ પ્રશ્નનો જવાબ તો વિજળીનું બિલ મોકલનાર પાસે પણ નહી હોય. એટલા માટે જાતે બિલ ઘટાડવાની રીત શોધી કાઢવી જરૂરી છે. આજે અમે તમને એવી 4 રીત જણાવીશું જેને અપનાવીને તમે વિજળીના બિલને ઓછું કરી શકો છે, અને પહેલાં જ તમને તેની અસર જોવા મળશે. આવો જાણીએ કઇ-કઇ છે આ રીત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. જૂના બલ્બોની જગ્યાએ LED લગાવો
જૂના ફિલામેંટ બલ્બ અને સીએફએલ ખૂબ વધુ વિજળી કન્ઝ્યૂમ કરે છે. તેને જો LED બલ્બ વડે બદલી દેવામાં આવે તો ના ફક્ત તમારી વિજળીનું બિલ ઓછું થઇ જશે, પરંતુ રોશની પણ બમણી થઇ જશે. જો આંકડાની વાત કરીએ તો 100 વોટના ફિલામેંટવાળ બલ્બ 10 કલાકમાં એક યૂનિટ વિજળીની ખપત કરે છે. જ્યારે 15 વોલ્ટનો સીએફએલ 66.5 કલાકમાં એક યૂનિટ વિજળી લે છે. તો બીજી તરફ 9 વોટનો એલઇડી 111 કલાક પર એક યૂનિટ વિજળી કન્ઝ્યૂમ કરશે. 

સ્કૂલ યૂનિફોર્મમાં સીધી-સાદી લાગતી હતી Disha Patani, Photo જોઇ લાગશે આંચકો


2. ઇલેક્ટ્રિક સામાન ખરીદતી વખતે રેટિંગનું ધ્યાન રાખો
ઇલેક્ટ્રોનિક સામાન જેવા ફ્રિજ, એર કંડીશ્નર વગેરે ખરીદતી વખતે રેટિંગનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આપણે હંમેશા 5 સ્ટાર રેટિંગવઍળા ઉપકરણ ખરીદવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ ઉત્પાદનોની શરૂઆતી કિંમત તો થોડી વધુ હોય છે, પરંતુ તેમાં વિજળીનું બિલ ખૂબ ઓછું આવે છે, અને લાંબા સમય સુધી ઉપયોગ કરતાં તેની કિંમત વસૂલ થઇ જશે. 

દરરોજ જમા કરો 100 રૂપિયા, રિટાયરમેંટ પર મળશે 2 કરોડનું મોટું ફંડ; જાણો ગણિત


3. કામ પુરા થતાં ઉપકરણ બંધ કરવાનું ભૂલશો નહી
મોટાભાગે એવું થાય છે કે આપણે લાઇટ, પંખા અને એસી બંધ કર્યાવિના રૂમની બહાર જતા રહીએ છીએ જો યોગ્ય નથી. વિજળીથી ચાલનાર ઉપકરણોને યૂઝ ન થતા બંધ કરી દેવા જોઇએ. તેનાથી વિજળીની બરબાદી થતાં અટકી જશે અને તમારું વિજળીનું બિલ પણ ખરેખર ઓછું થઇ જશે. આળસ છોડીને તમે આ કામને કરી શકો છો. આ વિજળીની બચત કરીને સૌથી સરળ રીત છે. 

કારની ફ્રંટ સીટમાં Dual Airbag લગાવાની જરૂર નથી, December સુધી વધારી ડેડલાઇન


4. AC ને 24 ડિગ્રી ટેમ્પરેચર પર જ ચલાવો
એર કંડીશનરને હંમેશા 24 ડિગ્રી ટેમ્પરેચર પર જ ચાલવું જોઇએ. આ એક આઇડિયલ ટેમ્પરેચર હોય છે. વિજળીનું બિલ ઓછું કરવા માટે હજારો લોકો આ ટેક્નીકનો ઉપયોગ કરે છે. તેનાથી રૂમમાં ઠંડક પણ રહેશે અને ખિસ્સા પર અસર ઓછી નહી પડે છે. તેની સથે જ તમે ટાઇમરનો ઉપયોગ કરી શકો છો. ટાઇમર લગાવતાં એકવાર રૂમ ઠંડો થયા બાદ એસી આપમેળે બંધ થઇ જાય છે. આમ કરવાથી તમે 4 થી 6 હજાર રૂપિયા દર મહિને બચાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube