કારની ફ્રંટ સીટમાં Dual Airbag લગાવાની જરૂર નથી, December સુધી વધારી ડેડલાઇન

હાલની કાર મોડલોની આગળની સીટો પર ફરજિયાત ડ્યૂલ એરબેગ (Dual Airbag) લગાવવાના નિયમને 4 મહિના એટલે કે 31 ડિસેમ્બર સુધી ટાળી દીધો છે.

કારની ફ્રંટ સીટમાં Dual Airbag લગાવાની જરૂર નથી,  December સુધી વધારી ડેડલાઇન

નવી દિલ્હી: રોડ પરિવહન મંત્રાલય (Ministry of Road Transport) એ હાલની કાર મોડલોની આગળની સીટો પર ફરજિયાત ડ્યૂલ એરબેગ (Dual Airbag) લગાવવાના નિયમને 4 મહિના એટલે કે 31 ડિસેમ્બર સુધી ટાળી દીધો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે રૈવારે આ જાણકારી આપતાં કહ્યું કે કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખતાં આ પગલું ભરવામાં આવ્યું છે. 

31 ડિસેમ્બર સુધી વધી ગઇ સમયસીમા
અત્યારે હાલના મોડલોમાં ડ્રાઇવરની સીટ પર જ એરબેગ લગાવવી અનિવાર્ય છે. એક અધિકારીએ પોતાનું નામ ન બતાવવાની શરતે કહ્યું કે હાલની મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખતાં મંત્રાલયે આગળની યાત્રી સીટ પર એરબેગની અનિવાર્યતાને 31 ડિસેમ્બર 2021 સુધી ટાળી દીધી છે. વ્હીકલ મેન્યુફેક્ચરર એસોસિએશન (SIAM) એ તેની સમયસીમા વધારવાની માંગ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે નવા મોડલો માટે આ નિયમ પહેલાં જ અનિવાર્ય છે. 

મંત્રાલયે કહી હતી ડ્યૂલ એરબેગની વાત
મંત્રાલયે 6 માર્ચના રોજ કહ્યું હતું કે એક એપ્રિલ, 2021 અથવા ત્યારબાદ મેન્યુફેકચરર નવા વાહનોમાં આગળની યાત્રી સીટ માટે એરબેગ અનિવાર્ય હશે. હાલના મોડલોમાં ડ્રાઇવર ઉપરાંત બીજા યાત્રીની આગળની સીટ માટે એરબેગ 31 ઓગસ્ટ 2021થી ફર્જિયાત હતી. હએ તેને વધારીને 31 ડિસેમ્બર 2021 કરી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news